BJP Parliamentary Party meeting :જેમણે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો , ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર મોદીનું નિવેદન

|

Mar 15, 2022 | 5:12 PM

આજે નવી દિલ્હીમાં આંબેડકર ભવનમાં બીજેપી સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પ્રશંસા કરી હતી.

BJP Parliamentary Party meeting :જેમણે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો , ધ કાશ્મીર ફાઇલ્સ પર મોદીનું નિવેદન
PM Modi with makers of 'The Kashmir Files'
Image Credit source: Twitter Photo

Follow us on

BJP Parliamentary Party meeting: આજે નવી દિલ્હીમાં આંબેડકર ભવનમાં બીજેપી સંસદીય દળની બેઠક મળી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં, ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં સત્તા પર ફરી પાછો ફર્યો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’(The Kashmir Files)ની પ્રશંસા કરી હતી. આ ફિલ્મની થીમ કાશ્મીરી પંડિતો (Kashmiri Pandits)ની હિજરત વિશે છે.

આ ફિલ્મના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીર ફાઇલ્સની જેમ વધુ સારી સિનેમા બનવી જોઈએ, જેથી ઘટનાઓની સત્યતા દરેકની સામે આવી શકે.

તેણે કહ્યું કે, જેને લાગે છે કે, આ ફિલ્મ સારી નથી તેણે તેની બીજી ફિલ્મ કરવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું, ‘તેઓ આશ્ચર્યચકિત છે, જે સત્ય આટલા દિવસોથી દબાવી દેવામાં આવ્યું છે,

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

PM મોદીએ વંશવાદની રાજનીતિને લોકશાહી વિરુદ્ધ ગણાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વંશવાદની રાજનીતિની વિરુદ્ધ છે અને તેમના કારણે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઘણા સાંસદોના પુત્ર-પુત્રીઓને ટિકિટ મળી શકી નથી. બેઠકમાં, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા પછી સત્તામાં પાછા ફરવા બદલ વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ ભારપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, મોદીએ બેઠકમાં સાંસદોને સંબોધતા કહ્યું કે વંશવાદની રાજનીતિ લોકશાહી માટે ખતરનાક છે, તેથી પાર્ટીના સાંસદોએ વંશવાદની રાજનીતિ સામે લડવું પડશે.

ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. શુક્રવારે પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન(Box Office Collection) 3.55 કરોડ નોંધાયું હતું. જ્યારે શનિવારે ફિલ્મે 139.44 ટકાના વધારા સાથે 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.ઉપરાંત ફિલ્મે રવિવારે અપેક્ષા મુજબ જબરદસ્ત કમાણી કરી હતી.

આ પણ વાંચો : UP: દિલ્હીથી પરત ફરતા જ લખનઉમાં CM યોગીની બેઠક, MLC ચૂંટણીની રણનીતિ પર ચર્ચા , કોર કમિટીને આપવામાં આવ્યો વિજય મંત્ર

Published On - 2:32 pm, Tue, 15 March 22

Next Article