Navy Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને પાઠવી શુભેચ્છા, કહ્યુ “નૌકાદળના યોગદાન પર અમને ગર્વ “

|

Dec 04, 2021 | 1:34 PM

ભારતીય નેવી ચીફ એડમિરલ હરિ કુમારે કહ્યુ કે,આગામી દસ વર્ષ ભારતીય નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Navy Day :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને પાઠવી શુભેચ્છા, કહ્યુ નૌકાદળના યોગદાન પર અમને ગર્વ
PM Narendra Modi

Follow us on

Navy Day 2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)  નૌ સેના દિવસ નિમિત્તે દેશની દરિયાઈ સરહદની રક્ષા કરતા જવાનોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશની સેવામાં ભારતીય નૌકાદળના (Indian Navy) અભુતપૂર્વ યોગદાન પર અમને ગર્વ છે. આપણા નૌકાદળના કર્મચારીઓ કુદરતી આફતો જેવી કટોકટીની પરિસ્થિતિઓને ઘટાડવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે 4 ડિસેમ્બર નૌ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આગામી દસ વર્ષ ભારતીય નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ 

તમને જણાવી દઈએ કે, નૌ સેના દિવસના એક દિવસ પહેલા એડમિરલ હરિ કુમારે ભારતીય નેવી ચીફ (Indian Navy Chief) તરીકે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગામી દસ વર્ષ ભારતીય નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ દસ વર્ષમાં ભારતીય નૌકાદળ પાસે નવા યુદ્ધ જહાજ અને સબમરીન હશે. આ સિવાય ચીનની નૌકાદળની વધતી તાકાત અંગે કહ્યું કે, દેશના નૌકાદળ માટે 39 યુદ્ધ જહાજ અને સબમરીન બનાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ નવી સબમરીન મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવી રહ્યા છે જે દેશને આત્મનિર્ભર ભારત તરફ લઈ જાય છે.

દેશમાં CDS પોસ્ટની રચના એક મહત્વપૂર્ણ કડી

આ સિવાય તેમણે સૈન્ય બાબતોના વિભાગની રચના અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ આ સૌથી મોટો સૈન્ય સુધારો હશે. દેશમાં CDS પોસ્ટની રચના પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ કડી છે.

આ પણ વાંચો : Big News : ઓમિક્રોન સંક્રમિત દર્દી હોટેલમાંથી ફરાર, કર્ણાટક સરકાર પર ઘેરાયા ચિંતાના વાદળો

આ પણ વાંચો : Air Pollution:દિલ્હીને હજુ પ્રદૂષણમાંથી રાહત નહીં મળે! આજે પણ હવા ખરાબ થઈ શકે છે, જાણો શું છે કારણ

Published On - 1:14 pm, Sat, 4 December 21

Next Article