PM Modi Rally : ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં (Dehradun)આજે પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) જાહેરસભાની તમામ તૈયારીઓ પોલીસ અને વહીવટીતંત્રએ(Administration) પૂર્ણ કરી લીધી છે. જિલ્લા વહીવટીતંત્ર આ રેલી માટે અગાઉથી જ તૈયારી શરૂ કરી હતી. રેલીના પરેડ ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટે નવ દરવાજા બનાવવામાં આવ્યા છે.
કાળા કપડા પહેરનારને પ્રવેશ નહીં
સાથે જ પરેડ ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટેના નિયમો પણ કડક રાખવામાં આવ્યા છે.આ રેલીમાં માસ્ક વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે પીએમ મોદીની રેલીમાં(PM Modi Rally) પર્સ અને મોબાઈલ ફોન સિવાયની અન્ય વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ કાળા કપડા પહેરનારને પણ પ્રવેશ મળશે નહીં.
તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
PM નરેન્દ્ર મોદી આજે દેહરાદૂનની મુલાકાતે છે અને તેઓ લગભગ ત્રણ કલાક ઉતરાખંડની (Uttarakhand) રાજધાનીમાં રહેશે અને આ દરમિયાન તેઓ રાજ્યને ઘણી યોજનાઓ સમર્પિત કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ તેઓ સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે બપોરે પરેડ ગ્રાઉન્ડ (Pared Ground) ખાતે જનસભાને સંબોધશે. આ રેલીને લઈને ભાજપનો દાવો કર્યો છે કે રેલીમાં 1.25 લાખથી વધુ લોકો ભાગ લેશે. ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.હાલ સ્થળ પર પોલીસના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.ઉપરાંત ડોગ સ્કવોડ અને મેટલ ડિટેક્ટર ટીમની જવાબદારી પણ પહેલેથી જ નક્કી કરવામાં આવી છે.
સ્ટેજની પાછળ હેલિપેડ બનાવવામાં આવ્યું
વડાપ્રધાનની જાહેર સભા માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેજ પર બેઠક વ્યવસ્થાની સાથે સંબોધન માટે પોડિયમ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાથે સ્ટેજની દિવાલ પર એક વિશાળ ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે અને ઉપર વોટરપ્રૂફ છત તૈયાર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સામાન્ય જનતા અને કાર્યકરો માટે સ્ટેજથી 150 મીટર દૂર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવવુ રહ્યુ કે, PM મોદી સીધા પરેડ ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચશે. આ માટે સ્ટે જ પાછળ જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે.