Pegasus Spyware Case: પેગાસસ જાસુસી મામલે કોર્ટ-મોનિટરિંગ તપાસની માંગ, સુપ્રીમ કોર્ટમાં પાંચ ઓગસ્ટે થશે સુનાવણી

|

Aug 01, 2021 | 3:29 PM

પેગાસસ મામલે થયેલી અરજીની સુનાવણી અંગે શુક્રવારે જસ્ટિસ એન.વી.રમનાએ ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં સહમતિ દર્શાવી હતી. બીજી બાજુ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે,મંગળવાર અને બુધવારે આ અરજીની સુનાવણી ન કરવા સુચન કર્યુ હતુ.

Pegasus Spyware Case: પેગાસસ જાસુસી મામલે કોર્ટ-મોનિટરિંગ તપાસની માંગ, સુપ્રીમ કોર્ટમાં પાંચ ઓગસ્ટે થશે સુનાવણી
Supreme Court ( File Photo )

Follow us on

સુપ્રીમ કોર્ટ પાંચ ઓગસ્ટના રોજ  પેગાસસ જાસુસી (Pegasus Spyware)મામલે થયેલી અરજી અંગે સુનાવણી હાથ ધરશે. મહત્વનું છે કે, ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશના  રાજકારણીઓ, કાર્યકરો અને પત્રકારોની જાસૂસી કરવા માટે અંગે કોર્ટ-મોનિટરિંગ તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અરજી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ પત્રકારો (Journalist)એન રામ, શશી કુમાર અને સીપીએમ નેતા જોન બ્રિટ્સ (Jon British)દ્વારા દાખલ કરવામાં આવી છે.

પેગાસસ મામલે થયેલી અરજીની સુનાવણી અંગે શુક્રવારે જસ્ટિસ એન.વી.રમનાએ (Justice Ramna)ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં સહમતિ દર્શાવી હતી. બીજી બાજુ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે,મંગળવાર અને બુધવારે આ અરજીની સુનાવણી ન કરવા સુચન કર્યુ હતુ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

અરજીમાં તપાસની માંગ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઈઝરાયલના સોફ્ટવેર પેગાસસનો (Pegasus) ઉપયોગ કરીને રાજકારણીઓ, કાર્યકરો અને પત્રકારોની જાસૂસી (Spyware)કરવાના અહેવાલોની તપાસ કરવા માટે ટોચની અદાલતના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે.

બીજી તરફ, વિપક્ષના સભ્યો પેગાસસ જાસૂસી કેસ પર ચર્ચાને મંજૂરી આપવા માટે સંસદના (Parliament) બંને ગૃહોમાં સ્થગિત નોટિસ આપી રહ્યા છે, જેને સ્પીકર દ્વારા નકારી કાઢવામાં આવી રહી છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને દાવો કર્યો હતો કે ઇઝરાયેલી કંપની NSOના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને 300 થી વધુ ભારતીય મોબાઇલ ફોન નંબરની જાસુસી કરી હોવાનું સામે આવ્યું હતું.

 

આ પણ વાંચો: મિશન યુપી: શાહે કહ્યું યોગી સૌથી સફળ મુખ્યમંત્રી, યુપી હુલ્લડગ્રસ્ત રાજ્યથી બન્યુ ‘રામ રાજ્ય’

આ પણ વાંચો: Tokyo Olympics : ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓ માટે યોગી સરકારની મહત્વની જાહેરાત, જાણો શું કરી જાહેરાત

Published On - 3:28 pm, Sun, 1 August 21

Next Article