વિભાજન વખતે દેશના 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ મુસ્લિમો જ પાકિસ્તાન ગયા, બાકીના ભારતમાં જ રહ્યા- તો ભાગલા કોના માટે કરાયા?

14 ઓગસ્ટ 1947 એ ભારતનું વિભાજન થયુ જેની પીડા લાખો લોકોએ સહન કરી અને પાકિસ્તાન જેવા દેશનો જન્મ થયો. જે આજ સુધી નાસૂર બનેલો છે. 78 વર્ષ બાદ આજે પણ તે તેની હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યો. ભારતના બે ટૂકડા કર્યા બાદ પણ જે ઈરાદાથી આ ટૂકડા કરવામાં આવ્યા હતા તે ઈરાદો પુરો ક્યારેય પુરો ન થઈ શક્યો.

વિભાજન વખતે દેશના 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ મુસ્લિમો જ પાકિસ્તાન ગયા, બાકીના ભારતમાં જ રહ્યા- તો ભાગલા કોના માટે કરાયા?
| Updated on: Aug 21, 2025 | 6:39 PM

ભારતનું વિભાજન ધર્મના આધારે થયુ ત્યારે કેટલાક મુસ્લિમોએ ધર્મના આધારે પોતાના માટે અલગ દેશની માગ કરી અને પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ બની ગયો. પરંતુ જે આધાર પર વિભાજન થયુ એ આધાર પર ના તો તમામ મુસલમાન પાકિસ્તાન ગયા ના તો તમામ હિંદુઓ ભારત આવ્યા. અહીંના મુસ્લિમોને તે ભારતમાં એ સન્માન અને અધિકાર મળ્યા જેના તેઓ ખરા હક્કદાર હતા, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓ પર આજે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. તેમની સાથે બર્બરતા થઈ રહી છે. તેમની ધાર્મિક સ્વતંત્રતાનો તો સાવ છેદ જ ઉડાડી દેવામાં આવ્યો છે. શું ભારતના વિભાજનને ટાળી શકાય તેમ હતુ? શું મહાત્મા ગાંધી ઈચ્છત તો ભારતનુ વિભાજન ન થયુ હોત ? ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે જે સમયે ભાગલાની વાત થઈ રહી હતી તે સમયે જિન્નાહને TB (ટ્યુબર ક્લોસિસ) ની બીમારી હતી. પરંતુ ભારતને જિન્નાહની આ બીમારી વિશે જાણકારી ન હતી. જો એ વહેલી જાણ થઈ ગઈ હોત તો...

Published On - 5:43 pm, Fri, 15 August 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો