Parliament Winter Session : પીએમ મોદીએ કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી મોકૂફ

|

Nov 29, 2021 | 11:36 AM

Farm Laws Repeal : સંસદના શિયાળુ સત્ર શરૂ થવા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પત્રકારોને સંસદની કામગીરી અંગે સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, સરકાર દરેક વિષય અને મુદ્દાઓની ચર્ચા કરવા તૈયાર છે.

Parliament Winter Session : પીએમ મોદીએ કહ્યું- સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી મોકૂફ
Prime Minister Narendra Modi

Follow us on

સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે વિપક્ષ આ સત્રમાં સરકાર સાથે મળીને દેશની પ્રગતિના માર્ગો શોધે. ઉપરાંત, સંસદના શિયાળુ સત્ર, વિચારો, સકારાત્મક નિર્ણયોથી ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. પીએમએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા કરવા અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છે.

તેમણે કહ્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા ઈચ્છીએ છીએ પરંતુ સંસદની ગરિમા, લોકસભા અધ્યક્ષની ગરિમાનું સન્માન કરીએ. તેમણે કહ્યું કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ દેશે પોતાના લોકોને 100 કરોડથી વધુ કોરોના રસી આપી છે. હવે અમે 150 કરોડથી આગળ વધી રહ્યા છીએ. અમે સંસદના તમામ સહયોગીઓને કોરોનાના નવા સ્વરૂપ પ્રત્યે સતર્ક રહેવા પ્રાર્થના કરીએ છીએ. સંકટની આ ઘડીમાં દરેકનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

PM મોદીએ કોરોનાને લઈને ચેતવ્યા, માર્ચ 2022 સુધી અપાશે મફત અનાજ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોનાના નવા પ્રકારના સમાચાર આપણને વધુ સજાગ રહેવા માટે કહે છે. હું તમામ લોકોને અને મારા સંસદસભ્યોને સતર્ક રહેવા વિનંતી કરું છું. કોરોનાના સમયગાળા દરમિયાન દેશના 80 કરોડથી વધુ નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન આપવાની યોજના ચાલી રહી છે. આ યોજના હવે માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે.

મોદીએ વિપક્ષને કહ્યું કે અમે દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છીએ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે આપણે રચનાત્મક ચર્ચા કરીને દેશના હિતમાં આગળ વધવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે અને રચનાત્મક ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ સંસદમાં અવાજ બુલંદ હોવો જોઈએ, પરંતુ સંસદ અને અધ્યક્ષની ગરિમા પણ જળવાઈ રહેવી જોઈએ. સરકાર દરેક મુદ્દા પર ખુલીને ચર્ચા કરવા તૈયાર છે. કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં પણ, દેશમાં 100 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. આ દિશામાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ

આ 16 સહકારી બેંકના ખાતેદારો માટે સારા સમાચાર, આજે ખાતેદારોને ચૂકવાશે રૂપિયા પાંચ લાખ

આ પણ વાંચોઃ

ગુજરાતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ભય! આફ્રિકાથી સુરત આવેલા 9 સહિત 351 લોકોને કરાયા ક્વોરન્ટાઈન

 

Published On - 11:23 am, Mon, 29 November 21

Next Article