સંસદના ચોમાસુ સત્રમાં (Parliament Monsoon Session) સરકાર સામે વિપક્ષનો પ્રહાર ચાલુ છે. કોંગ્રેસ (Congress) સહિત અન્ય વિરોધ પક્ષો મણિપુર મુદ્દે આક્રમક છે. ગુરુવારે પણ આવું જ જોવા મળ્યું હતું. INDIA ગઠબંધનની પાર્ટીઓના સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા અને કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ચેમ્બરમાં વિરોધ પક્ષોની એક બેઠક યોજાઈ હતી. જેમાં કઈ રણનીતિની ગૃહમાં આગળ વધી શકાય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 17 પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. મણિપુર મુદ્દે વિપક્ષ ચર્ચા પર અડગ છે અને આ કારણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
INC, TMC, DMK, CPI(M), RJD, SP, NCP, SS, AAP, CPI, IUML, RLD, KC(M), JMM, JD(U), RSP, VCK
સરકાર પર નિશાન સાધતા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમે કાળા કપડા પહેરીને વિરોધ કરવા આવ્યા છીએ, આજે સંસદીય લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. PM મણિપુર મુદ્દે પોતાનું મૌન તોડી રહ્યા નથી. સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહી છે. આ સરકાર ગભરાઈ છે.
#WATCH | Congress MP Gaurav Gogoi says, “PM is rubbing salt to the wounds of the people of Manipur. At a time when we are saying that he should go to Manipur and work in the interest of national security, he is giving speeches here. For the first time in India’s history, we have… pic.twitter.com/0B9k5PNecz
— ANI (@ANI) July 27, 2023
લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર ગૌરવ ગોગોઈએ PM મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પીએમ મણિપુરના લોકોના જખમો પર મીઠું ભભરાવી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે દેશનો કોઈ ભાગ સળગી રહ્યો છે અને વડાપ્રધાન માત્ર ભાષણોમાં વ્યસ્ત છે.
બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંજૂર કરવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ ગૌરવ ગોગોઈના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ક્યારે અને કેટલા સમય સુધી થશે તે અંગે ચર્ચા બાદ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષને વારંવાર ચર્ચા કરવા કહ્યું છે.
આ પણ વાંચો : અવિશ્વાસ પ્રસ્તાવ : સૌથી વધુ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રજૂ થયો હતો પ્રસ્તાવ, મનમોહન સિંહ વિરુદ્ધ એક પણ નહીં
જો કે વિપક્ષ ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર અડગ હતો. આ જ કારણ હતું કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ સત્રની શરૂઆત પહેલા જ મણિપુર મુદ્દે નિવેદન આપ્યું હતું અને રાજ્ય સરકારને આ મામલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.