સંસદના ચોમાસુ સત્રનો (Parliament Monsoon Session)આજે બીજો દિવસ છે. 18 જુલાઈના રોજ આયોજિત ચોમાસુ સત્રના(Monsoon session) પહેલા દિવસે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આજે પણ વિપક્ષ ઘણા મુદ્દાઓ પર હંગામો મચાવી શકે છે. GST, અગ્નિપથ યોજના અને મોંઘવારી સિવાય વિપક્ષી પાર્ટીઓ તમામ મુદ્દાઓ પર હંગામો મચાવી શકે છે. સોમવારે હંગામાને કારણે જ લોકસભા(loksabha) અને રાજ્યસભાની (rajyasabha) કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.
ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષના હોબાળોને કારણે ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખીને સંસદના બંને ગૃહોને સ્થગિત કરવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે,PM મોદીની આગેવાનીવાળી સરકાર અસહનીય ભાવ વધારો અને GSTમાં વધારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી.
Today the Opposition got the Rajya Sabha adjourned till 2pm on the issue of intolerable price rise and increase in GST, especially on food items, on which the Modi Sarkar is unwilling to have a debate.
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 19, 2022
લોકસભામાં માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે 2019, 2020, 2021માં ભારતીય નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા અનુક્રમે 144017, 85256 અને 163370 છે.
The number of Indians who relinquished Indian Citizenship in 2019, 2020, 2021 are 144017, 85256, and 163370 respectively: MoS Home Nityanand Rai to Lok Sabha pic.twitter.com/6cONjOCdji
— ANI (@ANI) July 19, 2022
કોંગ્રસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે,રૂપિયો 80 રૂપિયાને પાર કરી ગયો છે. મોદીજી એ જ તેને 2014 માં ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો.તેઓ આવ્યા ત્યારે રૂપિયાને મજબૂત કરવાના હતા,તે નબળી સરકાર દર્શાવે છે.
Rupee has crossed Rs 80. Modi Ji is the one who made it an election issue in 2014…He was going to strengthen the rupee when he came because it shows a weak govt, therefore a weak rupee… but then what is the strong govt giving us? Even a weaker rupee:Congress MP Shashi Tharoor pic.twitter.com/LaKMMgb8Xd
— ANI (@ANI) July 19, 2022
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સંસદ પરિસરમાં વિપક્ષ સાથે પ્રદર્શન કર્યું. મોંઘવારી અને GST જેવા મુદ્દાઓને લઈને સંસદમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ ફેસબુક પર એક પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું – ‘અબકી બાર ‘વસૂલી’ સરકાર ?
કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ ‘કિસાન ફસલ બીમા યોજના’ પર લોકસભામાં કહ્યું હતુ કે, આ નવી યોજના તમામ રાજ્યોના અભિપ્રાય લીધા બાદ બનાવવામાં આવી છે. આ અંગે તમામ કૃષિ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, મંત્રીઓને પાક વીમા યોજના લાગુ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ નીતિઓ પર રાજ્યો સાથે સતત ચર્ચા કરવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, MSP પર ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિમાં ભાજપના સમર્થકો અને ત્રણ કાળા કાયદાના સમર્થકોનો સમાવેશ થાય છે. પંજાબને ભારતનો અન્નનો કોઠાર કહેવામાં આવે છે, તેને આ સમિતિમાં સત્તાવાર પ્રતિનિધિત્વની મંજૂરી નથી. સરકાર લઘુત્તમ MSPની કાયદાકીય ગેરંટી અંગે ગંભીર નથી.
Committee on MSP constituted by GoI comprises of BJP supporters&supporters of the three black laws. Punjab called the food bowl of India hasn’t been allowed governmental representation in this committee. Govt not serious about legal guarantee for minimum MSP: AAP MP Raghav Chadha pic.twitter.com/v1AAMJyvm3
— ANI (@ANI) July 19, 2022
લોકસભામાં હોબાળા વચ્ચે બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. આ દરમિયાન કેટલાક સભ્યોએ પ્રશ્નો પૂછ્યા અને સંબંધિત મંત્રીઓએ જવાબો આપ્યા. આ દરમિયાન વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરતા સ્પીકરના પોડિયમ પાસે આવ્યા હતા. તેમની પાસે પોસ્ટર હતા જેમાં LPG સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેરોજગારી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવાની અપીલ કરતા લોકસભા અધ્યક્ષે કહ્યું, “વિપક્ષના સભ્યો ગૃહની અંદર ચર્ચા ન કરો અને બહાર આ મુદ્દાઓ ઉઠાવતા રહો, આવું બેવડું વલણ ચાલશે નહીં.”
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની સાથે જ GST અને સંરક્ષણ સેવાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે બપોરે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે,ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલવા માગતા હતા, પરંતુ અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ તેમને મંજૂરી આપી ન હતી.
TRSના સાંસદોએ મોંઘવારી મુદ્દે સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કર્યા.
Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN
— ANI (@ANI) July 19, 2022
ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ મોંધવારી મુદ્દે હંગામો મચાવ્યો.
#WATCH Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, in front of Gandhi statue in Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/WK2iJGGufl
— ANI (@ANI) July 19, 2022
લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મોંઘવારી પર હંગામો શરૂ કર્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના સભ્યોને શાંત રહેવા અને તેમને નિયમોનું પાલન કરવા કહ્યુ હતુ. આના પરના હોબાળાથી વિપક્ષ વધુ ગુસ્સે થઈ ગયા. ગૃહમાં હંગામાને જોતા સ્પીકરે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
ચોમાસુ સત્રમાં વિપક્ષ મોંઘવારી, જીએસટી દર સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવા માટે તૈયાર છે. સંસદ સત્રના બીજા દિવસે કોંગ્રેસના સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જોડાયા હતા. વિપક્ષના હંગામાને પગલે સરકાર પણ સક્રિય છે. PM મોદી તેમની સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે સંસદમાં બેઠક કરવાના છે.માહિતી મુજબ આ બેઠકમાં વિપક્ષને બેકફૂટ પર લાવવાની રણનીતિ બનાવવામાં આવશે.
મોંઘવારીને લઈને વિપક્ષે સરકાર સામે બાંયો ચઢાવીછે. કોંગ્રેસ સાંસદોએ વધી રહેલી મોંઘવારી વિરુદ્ધ આજે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદોનું કહેવું છે કે સરકારે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પર GST વધાર્યો છે. વિપક્ષ આ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પાર્ટીના પ્રદર્શનમાં જોડાયા હતા.
Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM
— ANI (@ANI) July 19, 2022
RSP સાંસદ એનકે પ્રેમચંદ્રને લોકસભામાં કામકાજ સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના સભ્યોને સંસદના સત્રનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તેઓએ ખુલ્લા મનથી વિવિધ વિષયો પર ચર્ચા કરવી જોઈએ અને જો જરૂરી હોય તો તેમની ટીકા કરવી જોઈએ, જેથી નીતિ અને નિર્ણયોમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપી શકાય. મોનસૂન સત્રના પ્રથમ દિવસે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, ‘સદન દરેકના પ્રયત્નોથી જ ચાલે છે’
Published On - 10:53 am, Tue, 19 July 22