વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 7 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. લોકસભામાં વડાપ્રધાન મોદીએ લતાજીને શ્રદ્ધાંજલી આપી અને કહ્યું ‘લતા દીદીના અવાજે દેશને પ્રેરિત કર્યો’. વડાપ્રધાન મોદીના સંબોધન સમયે વિપક્ષે લોકસભામાં હોબાળો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબની ખુશીઓ દેશને તાકાત આપે છે. આજે ગરીબના ઘરે પણ ગેસનું કનેક્શન છે. ગરીબથી ગરીબ વ્યક્તિના ઘરમાં શૌચાલય છે. ખુલ્લામાં શૌચથી ગામડાઓ મુક્ત થયા છે. કોરોનાકાળ બાદ વિશ્વ એક નવા વર્લ્ડ ઓડર તરફ, નવી વ્યવસ્થાઓ તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક એવો ટર્નિગ પોઈન્ટ છે કે આપણે લોકોએ એક ભારત તરીકે આ અવસરને જવા દેવો ના જોઈએ.
ત્યારે વડાપ્રધાન મોદીએ પણ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે હાર પછી પણ કોંગ્રેસનો અહંકાર જતો નથી, ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત છે. દેશની જનતાએ તમને હંમેશા માટે નકારી દીધા છે. સવાલ વોટનો નહીં પણ તેમની નિયતનો છે. તમિલનાડુમાં 60 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. સવાલ વોટનો નહીં પણ તેમની નિયતનો છે. તમિલનાડુમાં 60 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. કોરોનાકાળમાં કોંગ્રેસે હદ કરી નાખી, પ્રથમ લહેરમાં કોંગ્રેસે ભ્રમ ફેલાવ્યો. કોરોના મહામારીમાં પણ રાજનીતિ કરવામાં આવી. વડાપ્રધાને વધુમાં કહ્યું કે 100 વર્ષ સુધી કોંગ્રેસે સત્તામાં નહીં આવવાનું મન બનાવી લીધું છે. અમે પણ 100 સુધી સત્તામાં રહેવાની તૈયારીઓ કરી લીધી છે. ભારત સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થા છે.
ડિફેન્સ એક્સપોર્ટમાં પણ દેશ અલગ ઓળખ ઉભી કરી રહ્યું છે. મોબાઈલ ફોન એક્સપોર્ટમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત ટોપ-5 દેશોમાં સામેલ છે. ખેડૂતોનો બોજ સરકારે પોતાના ખભા પર ઉઠાવ્યો છે. નાના ખેડૂતોને વધુ મજબૂત બનાવવાના છે.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે MSME માટે 3 લાખ કરોડ રૂપિયનું વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે. દરેક સેક્ટરમાં આપણું ઉત્પાદન વધી રહ્યું છે. અમારૂ જોર ફાઈલોમાં નહીં લાઈફ બદલવામાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં માત્ર 500 સ્ટાર્ટઅપ હતા, આ 7 વર્ષમાં 60 હજાર સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. તેમાં યૂનિકોર્ન બની રહ્યા છે.
પહેલાની સરકારો ટાટા-બિરલાની સરકારો કહેવાતી હતી, મેક ઈન ઈન્ડિયાનો મતલબ કમિશન, ભ્રષ્ટાચારના રસ્તા બંધ, મેક ઈન ઈન્ડિયાથી કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે.
મોંઘવારી મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાને કહ્યું કે 2014 પહેલા મોંઘવારીનો દર ડબલ ડિજિટ પર હતો. ચિદમ્બરમ ઈકોનોમી પર લેખ લખે છે. જ્યારે તમે સત્તામાં હતા, ત્યારે કેમ મોંઘવારીની ચિંતા ના કરી? નહેરુજીએ કહ્યું હતું કે યુએસના કારણે મોંઘવારી વધી, કોરિયામાં લડાઈના કારણે મોંઘવારી વધી. નહેરૂજીએ કહ્યું હતું કે મોંઘવારી અમારી નિયંત્રણ બહાર છે. કોંગ્રેસે ગરીબી દુર કરવાની વાત કરી હતી પણ ગરીબી તો ન હટી પણ ગરીબોએ કોંગ્રેસને જ હટાવી દીધી. કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રહી છે. અંગ્રેજો પાસેથી કોંગ્રેસની આ નીતિ આવી છે.
Published On - 5:32 pm, Mon, 7 February 22