
વર્તમાન સમયમાં પાકિસ્તાન વિશ્વ મંચ પર પોતાની છબી સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. આતંકવાદના પ્રાયોજક તરીકેની પોતાની જૂની છબીને ભૂંસીને તે હવે મધ્યસ્થી અને શાંતિ દૂતના રૂપમાં દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં તેણે ભજવેલી ભૂમિકા બાદ તેને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. યુરોપિયન યુનિયન બહેરીન, કેનેડા, જાપાન, ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળી પાકિસ્તાનની પ્રશંસા કરી. ત્યાં સુધી કે રશિયાએ પણ પાકિસ્તાનને ભજવેલી મધ્યસ્થીની ભૂમિકા બદલ તેની પ્રશંસા કરી. જોકે, આ પ્રશંસાની આડમાં પાકિસ્તાન એક ખતરનાક રમત રમી રહ્યું છે. પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફની જોડી હવે ભારત સામે ‘વોટર વોર’ એટલે કે જળ યુદ્ધનો નેરેટિવ સેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના માટે મોટું બજેટ મેળવવાનો અને ભારત સામેના સંઘર્ષને વિશ્વ સમક્ષ ‘મજબૂરી’ તરીકે રજૂ કરવાનો છે. જળ સુરક્ષાના નામે યુદ્ધની ધમકી તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતને સીધી...
Published On - 8:57 pm, Wed, 24 June 26