
પાકિસ્તાનના નિર્માણમાં મોહમ્મદ અલી જિન્નાહ ની ટુ નેશન થ્યોરીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ જ આધાર પર 1947 માં ભારતના ભાગલા અને પાકિસ્તાનના નિર્માણની માગ કરવામાં આવી હતી. આ સિદ્ધાંત મુખ્ય રૂપે એ તર્ક આપે છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ-અલગ રાષ્ટ્રો છે. જેને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક ઓળખ એટલી ભિન્ન છે કે તેઓ એકસાથે એક રાષ્ટ્રમાં ન રહી શકે. આ સિદ્ધાંત મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારો માટે એક અલગ દેશ, પાકિસ્તાનની સ્થાપનાને ઔચિત્ય પ્રદાન કર્યુ. 1971માં આ જ સિદ્ધાંતને તિંલાંજલિ આપતા પૂર્વી પાકિસ્તાને પાકિસ્તાનમાંથી અલગ થઈ અલગ બાંગ્લાદેશ બનાવ્યો. એ દિવસે જ ધર્મ, જાતિ આધારીત વિભાજનના સિદ્ધાંતનો અંત એ દિવસે જ થઈ ગયો હતો. પરંતુ પાકિસ્તાનના સત્તાધિશો આજે પણ તેમની ખુરશી બચાવવા અને પાકિસ્તાનને વિખેરાતુ રોકવા માટે આ સિદ્ધાંતની દુહાઈઓ આપ્યા કરે છે. પહલગામ એટેક ના થોડા દિવસ પહેલા પાકિસ્તાન સેનાના વડા જનરલ અસીમ મુનીરે પ્રવાસી પાકિસ્તાનીઓના એક સંમેલનમાં સંબોધન કરતી વખતે ટુ નેશન થિયરીને યોગ્ય ગણાવી હતી....
Published On - 5:19 pm, Fri, 9 May 25