પાકિસ્તાન સપનામાં પણ ગાઝી અટેકથી ડરી જાય છે, ભારત સાથે ભીડવા જતા ભેખડે ભરાઈ ગયુ હતું

|

Dec 04, 2022 | 11:23 AM

પાકિસ્તાનના પ્લાન ભારતને બરબાદ કરવા માટે કઈંક અલગ જ હતા જો કે હુમલાના પ્લાનિંગને એક જ વારમાં જમીનદોસ્ત કરી નાખનારી ભારતીય નેવીના એ હુમલાને ખાસ યાદ રાખવામાં આવે છે. 4 ડિસેમ્બરના રોજ PNS GAZIને ભારતે દરિયામાં દફન કરી નાખ્યું હતું. વાંચો શું છે આ સ્ટોરી અને તેની પાછળની સચ્ચાઈ.

પાકિસ્તાન સપનામાં પણ ગાઝી અટેકથી ડરી જાય છે, ભારત સાથે ભીડવા જતા ભેખડે ભરાઈ ગયુ હતું
Pakistan is afraid of Ghazi attack even in dreams, story of the gazi attack

Follow us on

આજનો દિવસ ભારતીય નેવી માટે ખુબ સન્માન અપાવનારો અને યાગદાર દિવસ છે, કેમકે આ દિવસે ભારતે પાકિસ્તાનને એવો સબક શિખવાડ્યો હતો કે જેને લઈને આજે પણ તેમને સપનામાં એ હુમલાની યાદ આવે છે. પાકિસ્તાનના પ્લાન ભારતને બરબાદ કરવા માટે કઈંક અલગ જ હતા જો કે હુમલાના પ્લાનિંગને એક જ વારમાં જમીનદોસ્ત કરી નાખનારી ભારતીય નેવીના એ હુમલાને ખાસ યાદ રાખવામાં આવે છે. 4 ડિસેમ્બરના રોજ PNS GAZIને ભારતે દરિયામાં દફન કરી નાખ્યું હતું. વાંચો શું છે આ સ્ટોરી અને તેની પાછળની સચ્ચાઈ.

ભારતે 1971ના આ યુદ્ધમાં બીજા જ દિવસે તેની કરોડરજ્જુ તોડી નાખી હતી. ભારતીય નૌકાદળના ધ્યાનમાં પાકિસ્તાનની સબમરીન આવી ગઈ હતી કે જેમાં 90 જેટલા સેનિકો સવાર હતા, જો કે ભારતે ઘડેલી વ્યુહરચનાને લઈ આ બદા સૈનિકો દરીયામાં ડુબી ગયા હતા. ભારતીય સેનાએ આ બધાને વેસ્ટર્ન પાર્ટમાં ઘેરી લઈને ચાર ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો જેમાં પાકિસ્તાનનું PNS ખૈબર અને PNS મુહાફિઝ પાણીમાં ગરક થઈ ગયા હતા. કરાચી બંદર પર કરાયેલા હુમલામાં આ બે યુદ્ધ જહાજ ડુબી જવાને લઈને પાકિસ્તાનને મોટુ નુક્શાન થયું હતું.

આઈએનએસ વિક્રાંતના નેતૃત્વમાં ભારતીય નૌકાદળે જાળ બિછાવી હતી અને તેની ઈસ્ટર્ન કમાન્ડે નાકાબંધી કરી હતી. જેના કારણે પૂર્વ પાકિસ્તાન બંગાળની ખાડીમાં સંપૂર્ણપણે અલગ પડી ગયું હતું. પાકિસ્તાને નાકાબંધીથી પરેશાન થઈને તેની ઈન્વેન્ટરીમાં શ્રેષ્ઠ સબમરીન પીએનએસ ગાઝી મોકલવાનું નક્કી કર્યું. ગાઝીને મોકલવા પાછળ બે ઉદ્દેશ્ય રાખવામાં આવ્યા હતા, જેમાં પહેલું લક્ષ્ય INS વિક્રાંતને શોધીને તેને ડૂબવાનું હતું અને બીજું ભારતના પૂર્વીય સમુદ્ર તટ પર ખાણો નાખવાનું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાસ્તવમાં, PNS ગાઝી વિના, પાકિસ્તાન નેવી પૂર્વ પાકિસ્તાનમાં વિક્રાંતના ઓપરેશનને ખલેલ પહોંચાડી શક્યું ન હોત. જો કે તેની જૂની સબમરીનની હાલત પહેલેથી જ ખરાબ થઈ ગઈ હતી કારણ કે તેની સારી જાળવણી માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેની સબમરીન ભારત સાથે સ્પર્ધા કરવા ગઈ હતી, પરંતુ રસ્તામાં તેનું કામ વિશાખાપટ્ટનમ પાસે પૂરું થઈ ગયું હતું, જેમાં તેને મોટું નુકસાન થયું હતું અને લગભગ અડધું યુદ્ધ ભારત જીત્યું હતું.

આ પહેલા પાકિસ્તાનની વાયુસેનાએ 3 ડિસેમ્બરની સાંજે ભારત પર હુમલો કર્યો હતો. તેમના વાયુસેનાના લડાકુ વિમાનોએ આગ્રા સહિત ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 11 એરફોર્સ બેઝને નિશાન બનાવ્યા. દેશને અંદાજ ન હતો કે પાકિસ્તાન આવું પગલું ભરશે. તેના આ કૃત્યથી તેણે પોતાની કબર ખોદી હતી. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ એ જ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને સંદેશો આપતાં કહ્યું હતું કે ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની જાહેરાત કરવામાં આવે છે.

હવે ભારતીય વાયુસેનાએ તેનો જવાબ મજબુતાઈથી આપવાનું નક્કી કરી લેતા તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને રાત્રે જ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાનની હાલત થોડા જ સમયમાં પાતળી થતી ગઈ. બંને દેશો વચ્ચેનો સંઘર્ષ 13 દિવસ સુધી ચાલ્યો અને 16 ડિસેમ્બરે પાકિસ્તાને ભારતને આત્મસમર્પણ કર્યું અને પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

Published On - 11:22 am, Sun, 4 December 22

Next Article