Pakistan: ફવાદ ચૌધરી ભાડાના ટટ્ટુ તમે હશો, ઈમરાન ખાનના નજીકનાં મંત્રીને પત્રકારે મોઢા પર ચોપડાવી, Video Viral

|

Apr 06, 2022 | 3:18 PM

Pakistan Fawad Chaudhry Fight Video: ફવાદ ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકાર સાથે જોરદાર લડાઈ થઈ હતી. તેણે પત્રકારને 'હાયર મેન' કહ્યો.

Pakistan: ફવાદ ચૌધરી ભાડાના ટટ્ટુ તમે હશો, ઈમરાન ખાનના નજીકનાં મંત્રીને પત્રકારે મોઢા પર ચોપડાવી, Video Viral
Pakistan Imran khan minister Fawad Chaudhry

Follow us on

Pakistan: પાકિસ્તાન(Pakistan)ના વિદાય લઈ રહેલા વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) હાલમાં પોતાની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલત (Pakistan Supreme Court) તેમના ભવિષ્યનો નિર્ણય કરશે. આ મામલે બુધવારે ફરી સુનાવણી થઈ રહી છે અને કોર્ટે કહ્યું છે કે તેનો પ્રયાસ આ કેસની સુનાવણી આજે જ પૂર્ણ કરવાનો રહેશે. આ દરમિયાન ઈમરાન ખાનના નજીકના ગણાતા ફવાદ ચૌધરી(Fawad Chaudhry)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પત્રકાર સાથે લડાઈ કરતા જોવા મળી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની બહાર ચૌધરીએ પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન ફવાદ ચૌધરીએ એવી વાતો કહી, જે પત્રકારોને ખૂબ જ ખરાબ લાગી. જે બાદ તેણે પીટીઆઈ (શાસક પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ)ની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો અને ફવાદ ચૌધરીને માફી માંગવા કહ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે પીટીઆઈના નેતા અને પૂર્વ આયોજન અને વિકાસ મંત્રી અસદ ઉમરી પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ફવાદ ચૌધરી અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફવાદ ચૌધરી સાથે પત્રકારની લડાઈ

ફવાદ ચૌધરીએ માફી માંગવાનો ઈન્કાર કર્યો

ફવાદ ચૌધરી જ્યારે પત્રકાર પર ફરાહ ખાન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ગુસ્સે થઈ ગયો. થોડા જ સમયમાં આ ચર્ચા ખૂબ વધી ગઈ. જોકે, અન્ય પત્રકારો અને મીડિયાના પ્રતિનિધિઓએ પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ છતાં તે ઝઘડો રોકી શક્યો નહીં. ચૌધરીએ અપમાનજનક ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું અને માફી માંગવાનો ઇનકાર કર્યા પછી પત્રકારોએ પીટીઆઈના તમામ નેતાઓની મીડિયા વાર્તાલાપનો બહિષ્કાર કર્યો. ચૌધરીએ પત્રકારો પર પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો-અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો ! ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા

Next Article