Breaking News : પાકિસ્તાને ભૂજ સહિત ભારતના 15 શહેરો પર કર્યો હતો હુમલો, આવી હતી પાકિસ્તાનની ચાલ

ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો ,અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટમાં હુમલાનો પ્રયાસ કર્યો છે , અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણામાં પાક.નો હુમલાનો પ્રયાસ કર્યો છે

Breaking News : પાકિસ્તાને ભૂજ સહિત ભારતના 15 શહેરો પર કર્યો હતો હુમલો, આવી હતી પાકિસ્તાનની ચાલ
Pakistan attacked
| Updated on: May 08, 2025 | 3:30 PM

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ગભરાટમાં છે. બુધવારે રાત્રે તેણે ભારત પર નિષ્ફળ હુમલા કર્યા, જેના જવાબમાં ભારતે ગુરુવારે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને હચમચાવી દીધી. સરકારે પાકિસ્તાનના આ નાપાક કૃત્ય અંગે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ આજે ​​સવારે પાકિસ્તાનમાં અનેક હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને નિર્ણાયક કાર્યવાહી કરી હતી. 7-8 મેની રાત્રે ભારતના ઉત્તરી અને પશ્ચિમી લશ્કરી થાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતના આ હુમલામાં લાહોરમાં વાયુ સંરક્ષણ પ્રણાલી પણ નાશ પામી હતી. પાકિસ્તાને ચીન પાસેથી શસ્ત્રો ખરીદ્યા હતા.

ભારતમાં હુમલા ક્યાં નિષ્ફળ ગયા?

પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ જેવા સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

ગુરુવારે પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો ભારતે જવાબ આપ્યો. સંરક્ષણ મંત્રાલયના મતે, ભારતની કાર્યવાહી સંતુલિત છે. અમે ફક્ત તે સિસ્ટમોને નિશાન બનાવી જે અમારા લક્ષ્યો પર હુમલો કરવા માટે જવાબદાર હતી.

LoC પર પણ પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ

દરમિયાન, પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને તોપમારો તીવ્ર બનાવ્યો છે. આ ગોળીબારમાં ૧૬ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ભારતને આ આક્રમણનો જવાબ આપવાની ફરજ પડી અને યોગ્ય કાર્યવાહી કરી, જેના કારણે પાકિસ્તાની ગોળીબાર બંધ થયો.

ભારતે ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપવામાં આવશે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, અને ભારત શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જો પાકિસ્તાન તેનું સન્માન કરે.

આ પહેલા ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો હતો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં લશ્કર અને જૈશને ઘણું નુકસાન થયું. આ હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરનો પરિવાર પણ માર્યો ગયો. આમાં તેમના પરિવારના 10 સભ્યોના મોત થયા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

Published On - 3:13 pm, Thu, 8 May 25