Pakistan: પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ધર્મ પરિવર્તન કર્યાની થઈ પુષ્ટિ, જુઓ Video

|

Jul 29, 2023 | 4:09 PM

નસરુલ્લાના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કર્યો છે. પાકિસ્તાન ગયા બાદ તેમને ધર્મ પરિવર્તન કર્યું અને હવે આ વાતની પુષ્ટિ થઈ છે. અંજુનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં હાજર એક વ્યક્તિ અંજુને ફાતિમા કહીને બોલાવી રહ્યો છે.

Pakistan: પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ધર્મ પરિવર્તન કર્યાની થઈ પુષ્ટિ, જુઓ Video
Anju Nasrullah

Follow us on

પાકિસ્તાનથી (Pakistan) અંજુનો (Anju) નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ તે આશંકાઓનો અંત લાવી દીધો છે જેના વિશે સતત ચર્ચા ચાલી રહી હતી. નસરુલ્લાના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કર્યો છે. પાકિસ્તાન ગયા બાદ તેમને ધર્મ પરિવર્તન કર્યું અને હવે આ વાતની પુષ્ટિ થઈ છે. અંજુનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં હાજર એક વ્યક્તિ અંજુને ફાતિમા કહીને બોલાવી રહ્યો છે. આ સિવાય લોકો અંજુને લગ્નની ભેટ આપવા પણ આવી રહ્યા છે.

અંજુએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અંજુની આસપાસ કેટલાક સંબંધીઓ જોઈ શકાય છે, જેઓ લગ્ન પછી તેને ભેટ આપતા જોવા મળી રહ્યા છે. અંજુ પાકિસ્તાન ગયા પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને ઈસ્લામ અંગીકાર કરી લીધો છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

 

બંનેએ ક્યારેય લગ્નની વાત સ્વીકારી ન હતી

વીડિયો સામે આવ્યા બાદ તેની પુષ્ટિ થઈ હતી. આ પહેલા અંજુ અને નસરુલ્લા કોર્ટમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ લગ્નની વાત સ્વીકારી ન હતી. આ સિવાય અંજુએ પણ ઈસ્લામ ધર્મ અંગીકારની વાત સ્વીકારી ન હતી.

આ પણ વાંચો : Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી

થોડા દિવસો પહેલા પોતાના પ્રેમી માટે પાકિસ્તાન ગયેલી અંજુના પિતા ગયા પ્રસાદ થોમસનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, અંજુએ મારી સાથે છેતરપિંડી કરી છે. તે હવે મારા માટે મરી ગઈ છે. જો ભૂલથી પણ અંજુ મારી નજીક આવશે તો હું તેને ગોળી મારી દઈશ. અંજુના પિતાએ વધુમાં કહ્યું હતું કે, તે તેને તેના જીવનમાં ફરી ક્યારેય જોવા માંગતા નથી.

પિતા પહેલેથી જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે

અંજુનું ગામ ગ્વાલિયર જિલ્લાના ટેકનપુરમાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે અંજુના પિતા ગયા પ્રસાદ થોમસ પહેલા જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે. પહેલા હિંદુ, પછી ઈસાઈ અને હવે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા પછી આખું ગામ પરિવારની સામે ઊભું હોય તેવું લાગી રહ્યું છે. લોકોએ કહ્યું કે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ આખા પરિવારે પોતાનો ધર્મ બદલીને પાકિસ્તાન જવુ જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article