J&Kમાં જે થયુ હતુ તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર, પંડિત, મુસ્લિમ, ડોગરા, હિન્દુ બધા પ્રભાવિત થયા હતા : ગુલામનબી આઝાદ

|

Mar 20, 2022 | 3:56 PM

બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતનો મુદ્દો આ દિવસોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર એક પછી એક રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે.

J&Kમાં જે થયુ હતુ તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર, પંડિત, મુસ્લિમ, ડોગરા, હિન્દુ બધા પ્રભાવિત થયા હતા : ગુલામનબી આઝાદ
Ghulam Nabi Azad (File photo)

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) મહાત્મા ગાંધીને સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા હતા. આઝાદે કહ્યું, “હું માનું છું કે મહાત્મા ગાંધી સૌથી મહાન હિંદુ અને ધર્મનિરપેક્ષ હતા. ધ કાશ્મીર ફાઈલ (The Kashmir file) ફિલ્મને લઈને હાલ સમગ્ર દેશમાં રાજકીયપક્ષોના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. આ મામલે ગુલામ નબી આઝાદે કહ્યુ કે,  જમ્મુ અને કાશ્મીરમાં (Kashmir) જે બન્યું તેના માટે પાકિસ્તાન (Pakistan) અને આતંકવાદ (Terrorism) જવાબદાર છે. તેનાથી તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓ પ્રભાવિત થયા છે.”

ગુલામ નબી આઝાદે કહ્યું કે રાજકીય પક્ષો ધર્મ, જાતિ અને અન્ય બાબતોના આધારે ચોવીસ કલાક વિભાજન કરી શકે છે. હું કોઈ પક્ષને માફ કરતો નથી. પરંતુ લોકોએ સમાજમાં એકસાથે રહેવું જોઈએ. જાતિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેકને ન્યાય મળવો જોઈએ.

બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતનો મુદ્દો આ દિવસોમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર એક પછી એક રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું લેટેસ્ટ નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે કાશ્મીર પર ફિલ્મ બની છે, પરંતુ સત્ય છુપાવવામાં આવ્યું છે. કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરવી યોગ્ય નથી.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

રાઉતે કહ્યું- ફિલ્મમાં ઘણી ખોટી વિગતો છે

સંજય રાઉતે કહ્યું કે કાશ્મીર ફાઇલ્સ માત્ર એક ફિલ્મ છે. તેમાં ઘણી ખોટી વાર્તાઓ આપવામાં આવી છે. જો ભાજપ આ ફિલ્મનો પ્રચાર કરશે તો ભાજપના સમર્થકો આ ફિલ્મ જોશે. રાઉતે કહ્યું કે હવે ફિલ્મને નેશનલ એવોર્ડ આપવામાં આવશે, ફિલ્મના નિર્દેશકને પદ્મશ્રી આપવામાં આવશે.

બોક્સ ઓફિસ પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટંકશાળ પાડી રહી છે

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારોએ કામ કર્યું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો બોક્સ ઓફિસ કલેક્શન ગ્રાફ રોકેટની જેમ ઉપર ગયો છે. આ ફિલ્મને ‘બાહુબલી-2’ જેવી લોકપ્રિયતા મળી છે અને ઘણી રીતે આ ફિલ્મ S.S. રાજામૌલીની ફિલ્મને સ્પર્ધા આપી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને લગભગ દોઢ સપ્તાહ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ 150 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મનું અત્યાર સુધી કુલ 141 કરોડ 25 લાખ રૂપિયાનું કલેક્શન થઈ ગયું છે.

આ પણ વાંચોઃ

Maharastra : સંજય રાઉતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુદ્દે કેન્દ્ર પર સાધ્યું નિશાન, પૂછ્યું- પાક અધિકૃત કાશ્મીર ભારતમાં ક્યારે આવશે ?

આ પણ વાંચોઃ

The Kashmir Files International Box Office: વિદેશમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સ્ક્રીન વધી, આ શહેરોમાં પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ

Next Article