પાકિસ્તાન પોતાની અવળચંડાઈથી પાછુ નથી પડી રહ્યું. એક તરફ શુક્રવારે સાંજે અભિનંદન ભારત પરત ફરી રહ્યા હતા તો બીજી તરફ પાકિસ્તાન સીમા પારથી ગોળીબાર પણ કરી રહ્યો હતો. જેમાં આજે LOC પાકિસ્તાની સેના તરફથી યુદ્ધ વિરામ ભંગમાં 3 નાગરિકોનાં મોત થયાના સમાચાર છે.
ભારતીય સૈનિકો તરફથી પણ મુહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ તરફ પાકિસ્તાને કહ્યું કે, ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં બે પાકિસ્તાની રેન્જર્સ ઠાર મરાયા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે પણ પાકિસ્તાનની તરફથી યુદ્ધ વિરામનું ભંગ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં રાજોરી જિલ્લા પર રહેલી LOC સીમામાં પાકિસ્તાનનાં યુદ્ધ વિરામનું ભંગનું ભારતીય સૈનિકોની તરફથી મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી બપોરે 12.30 વાગ્યે નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો.
આ અગાઉ પુંછ જિલ્લાનાં કૃષ્ણા ખીણ સેક્ટર પાકિસ્તાનનું ફાયરિંગમાં એક યુવતી અને બે બાળકોનાં મોત થયા હતા. આ ઉપરાંત બે સૈનિકો સહિત અનેક લોકોના ઘાયલ થયા હોવાનાં સમાચાર પણ આવી રહ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાની ફાયરિંગમાં ભારતીયોનાં મરવાની સંખ્યા વધીને 4 થઇ ચુકી છે.
જો કે પાકિસ્તાન ફાયરિંગને ધ્યાને રાખીને LOCના 5 કિલોમીટરનાં વર્તુળમાં રહેલી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પર કડક નજર રાખવામાં આવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]