
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં આદિલ હુસૈન ઠોકરનું નામ સામે આવ્યું છે. એક સમયે આ વ્યક્તિ એક હોશિયાર વિદ્યાર્થી હતો પરંતુ હવે તે ખતરનાક આતંકવાદી બની ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આદિલ હુસૈન ઠોકરનું નામ સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, હોશિયાર અને ચપળ વિદ્યાર્થી આટલો ખતરનાક આતંકવાદી કેવી રીતે બન્યો?
વાત એમ છે કે, આદિલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે કાશ્મીરની સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી હતી. એક સમયે તો તે વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને તેને બધા ‘માસ્ટર’ કહેતા હતા. જો કે, હવે તે આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ બની ગયો છે.
આદિલના પરિવારનું સપનું હતું કે, તેમનો દીકરો સારો અભ્યાસ કરશે અને તેમનું નામ રોશન કરશે પરંતુ તેમને ખબર નહોતી કે તેમનો દીકરો એક દિવસ તેમનું નામ ખરાબ કરશે. અભ્યાસની સાથે સાથે આદિલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યો હતો. આદિલના પડોશીઓનું કહેવું છે કે, તે જલ્દી કોઇની સાથે વાતચીત કરતો નહોતો. તે શાંત અને અભ્યાસુ છોકરો હતો.
આદિલના પરિવારના જણાવ્યા મુજબ, તે અચાનક 29 એપ્રિલ, 2018ના રોજ ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેણે પોતાના પરિવારને કહ્યું કે, તે બડગામમાં પેપર આપવા ગયો છે પરંતુ તે ક્યારેય પછી પાછો ન આવ્યો. પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી પણ આદિલ મળ્યો નહીં.
સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, આદિલ ભણવા માટે વિઝા લઈને પાકિસ્તાન ગયો હતો. ત્યાં તે કેટલાક કટ્ટરપંથી નેતાઓને મળ્યો અને ત્યારબાદથી દેશ વિરોધની પ્રવૃતિઓમાં જોડાઈ ગયો. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે, આદિલ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. ત્યાં તેને હેન્ડલર બનાવવામાં આવ્યો હતો. તેણે મિલિટ્રી ટ્રેનિંગ લીધી અને પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. બીજું કે, આદિલની સાથે આતંકવાદીઓની એક ટીમ બનાવવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આદિલ કાશ્મીરનો રહેવાસી હતો અને ત્યાંના રસ્તાઓ સારી રીતે જાણતો હતો. તમને જણાવી દઈએ કે, આદિલનું ઘર તોડી પાડવામાં આવ્યું છે અને તેની ધરપકડ માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે. પાકિસ્તાનના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
Published On - 4:51 pm, Sun, 27 April 25