સીડીએસ જનરલ બિપિન રાવતને (CDS General Bipin Rawat) પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતની પુત્રી કૃતિકા અને તારિણીને તેમનો એવોર્ડ અર્પણ કર્યો. તમને જણાવી દઈએ કે જનરલ રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમની બહાદુરીને સલામ કરતા સરકારે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને (Ghulam Nabi Azad) પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં કુલ 128 લોકો સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવનાર છે.
Daughters of CDS General Bipin Rawat, Kritika and Tarini receive his Padma Vibhushan award (posthumous) pic.twitter.com/rJv1xnPmys
— ANI (@ANI) March 21, 2022
1. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
2. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે SIIના એમડી સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
3. ગુરમીત બાવા (મરણોત્તર)ને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પુત્રીને એવોર્ડ આપ્યો. તમને જણાવી દઈએ કે કલાના ક્ષેત્રમાં બાવાનું મોટું યોગદાન છે.
4. ભારતીય દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીને સિનેમામાં તેમના કામ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
5. રાધે શ્યામ ખેમકા (મરણોત્તર) ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ વિભૂષણ મળ્યો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્રને એવોર્ડ અર્પણ કર્યો.
6. સાહિત્ય અને શિક્ષણમાં તેમના કાર્ય માટે, સચ્ચિદાનંદ સ્વામીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
7. હોકી ખેલાડી વંદના કટારિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
8. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પેરા-શૂટર અવની લેખરાને રમતગમતની શ્રેણીમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરી.
9. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોગના ક્ષેત્રમાં યોગદાન બદલ સ્વામી શિવાનંદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા.
#WATCH Swami Sivananda receives Padma Shri award from President Ram Nath Kovind, for his contribution in the field of Yoga. pic.twitter.com/fMcClzmNye
— ANI (@ANI) March 21, 2022
આ પણ વાંચો : પ્રમોદ સાવંત બનશે ગોવાના મુખ્યપ્રધાન, બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં કરાઈ જાહેરાત
Published On - 8:02 pm, Mon, 21 March 22