સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ (Central Bureau of Investigation) મંગળવારે સવારે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત કાર્તિના 10 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. પુત્ર વિરૂદ્ધ નોંધાયેલા કેસમાં દરોડા અંગે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે (P Chidambaram) કહ્યું કે દરોડામાં સીબીઆઈની ટીમે મને FIR બતાવી, મારું નામ આરોપી તરીકે નથી, પરંતુ મારા ઘરની પણ તલાશી લેવામાં આવી.
પુત્ર કાર્તિ ચિદમ્બરમના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું કે CBIની ટીમે દિલ્હીમાં સત્તાવાર નિવાસ સ્થાન અને ચેન્નાઈમાં મારા ઘરે દરોડા પાડ્યા. તેઓએ એક એફઆઈઆર બતાવી જેમાં મારું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે સીબીઆઈને દરોડામાં કંઈ મળ્યું નથી અને કંઈ જપ્ત કરવામાં આવ્યું નથી.
This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused.
The search team found nothing and seized nothing.
I may point out that the timing of the search is interesting.
— P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022
આ પહેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ સામે 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ નવો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ આ સંદર્ભમાં જણાવ્યું કે CBIએ મંગળવારે સવારે ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં કાર્તિ ચિદમ્બરમના 10 સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે ચેન્નાઈમાં ત્રણ, મુંબઈમાં ત્રણ, દિલ્હી, કર્ણાટક, પંજાબ અને ઓડિશામાં એક-એક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દરોડા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈની એક ટીમ કાર્તિ ચિદમ્બરમ અને તેમના પિતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમના દિલ્હીના લોધી એસ્ટેટ ખાતેના સત્તાવાર નિવાસસ્થાને પણ પહોંચી હતી. દરોડા પછી, કાર્તિએ વિગતો આપ્યા વિના ટ્વિટ કર્યું, હવે હું ગણતરી કરવાનું ભૂલી ગયો છું કે આ કેટલી વાર થયું છે? કદાચ તે એક રેકોર્ડ હશે.
અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કેસમાં સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કાર્તિ ચિદમ્બરમને યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તલવંડી સાબો પાવર પ્રોજેક્ટ માટે જુલાઈ-ઓગસ્ટ 2011માં 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે કહેવામાં આવ્યું હતું. 50 લાખની લાંચ લેવામાં આવી હતી. તે સમયે તેમના પિતા પી ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા.