Delhi: કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષોએ કૂચ કરી, રાહુલ ગાંધીએ કહ્યું “સરકારે લોકશાહીની હત્યા કરી છે”

|

Aug 12, 2021 | 12:03 PM

રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓએ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી છે. કૂચ દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જણાવ્યું કે,"સરકારે લોકશાહીની હત્યા કરી છે."

Delhi: કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષોએ કૂચ કરી, રાહુલ ગાંધીએ કહ્યું સરકારે લોકશાહીની હત્યા કરી છે
Rahul Gandhi (File Photo)

Follow us on

Delhi: રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓએ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી છે. વિપક્ષનું કહેવું છે કે, સરકારે સંસદમાં વિપક્ષના અવાજની અવગણના કરી છે. ઉલ્લેખનીય છે કે,આ પહેલા વિપક્ષી દળના નેતાઓએ કેન્દ્ર વિરુદ્ધ રણનીતિ બનાવવા બેઠક પણ યોજી હતી. જે બેઠકમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી,જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કૂચ દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) જણાવ્યું હતુ કે, અમે સરકારને પેગાસસ પર ચર્ચા કરવાનું કહ્યું હતું પરંતુ સરકારે પેગાસસ પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, અમને સંસદની (Parliament) અંદર બોલવાની મંજૂરી આપવામાં આવી નથી.વધુમાં કહ્યું કે, સરકારે દેશની લોકશાહીની હત્યા કરી છે અને સંસદમાં દેશના 60 ટકા લોકોનો અવાજ દબાવવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે,રાજ્યસભામાં બુધવારે વિપક્ષના સભ્યોએ ગૃહમાં બનેલી ઘટનાઓ માટે સરકાર પર આરોપ લગાવ્યો હતો,જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે (Sharad Pawar) જણાવ્યું હતું કે, તેમના 55 વર્ષના સંસદીય રાજકારણમાં તેમણે એવી પરિસ્થિતિ જોઈ નથી કે જ્યાં મહિલા સાંસદો પર ગૃહની અંદર હુમલો કરવામાં આવે.ઉપરાંત પવારે કહ્યું કે સાંસદોને નિયંત્રિત કરવા માટે 40 થી વધુ પુરુષો અને મહિલાઓને બહારથી ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી

આ પણ વાંચો:  BJP શાસિત રાજ્ય પર હવે મમતા બેનર્જીની નજર, બંગાળ UP સાથે હવે ગુજરાતમાં પણ 16 ઓગસ્ટે ‘ખેલા હોબે દિવસ’

Published On - 11:42 am, Thu, 12 August 21

Next Article