Opposition Meeting: વિપક્ષી દળની બેઠક આ કારણે આવી વિવાદમાં, કોંગ્રેસ પર ઉઠ્યા ફરી સવાલો!

|

Jul 18, 2023 | 8:22 PM

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે મેં 2018માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે કોઈ IAS ઓફિસરને આ રીતે પોસ્ટ કરવામાં આવ્યા ન હતા.

Opposition Meeting: વિપક્ષી દળની બેઠક આ કારણે આવી વિવાદમાં, કોંગ્રેસ પર ઉઠ્યા ફરી સવાલો!

Follow us on

Opposition Meeting In Bangalore: 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ટક્કર આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ મંગળવારે બેંગલુરુમાં વ્યૂહરચના ઘડી હતી. બેઠકમાં 26 પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક હવે આઈએએસ અધિકારીઓને લઈને વિવાદમાં આવી છે અને તેની ટીકા થઈ રહી છે. વાસ્તવમાં, રાજ્યના ઘણા IAS અધિકારીઓને તેના સંપર્ક અધિકારી તરીકે નિયુક્ત કર્યા પછી કોંગ્રેસ સરકાર નિશાના પર છે.

એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર એરપોર્ટ પર નેતાઓના સ્વાગત માટે ઓછામાં ઓછા 30 અધિકારીઓ તૈનાત હતા. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે તે અયોગ્ય નથી કારણ કે તે રાજ્યના મહેમાન હતા.

આ પણ વાંચો: Opposition Meeting: 24 માટે 26 થવામાં વ્યસ્ત થયુ વિપક્ષ, PM મોદીએ ટ્વીટ કરી માર્યો ટોણો, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

પૂર્વ સીએમએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ તેને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે મેં 2018માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે કોઈ IAS ઓફિસરને આ રીતે પોસ્ટ કરવામાં આવ્યા ન હતા. પ્રોટોકોલ મુજબ તેમને માત્ર હોટલના રૂમ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ IAS અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે. તે તેમનો પક્ષના કાર્યકર તરીકે ઉપયોગ કરી રહી છે.

ઘણા અધિકારીઓ સહમત હતા કે એરપોર્ટ પર નેતાને રિસીવ કરવા માટે અધિકારીઓને તૈનાત કરવા એ સામાન્ય બાબત છે, પરંતુ રાજકીય કાર્યક્રમ માટે આવું પહેલીવાર થયું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે અધિકારીઓને આ ફરજ મુખ્યમંત્રી નિવાસસ્થાનની સૂચના બાદ જ આપવામાં આવી હતી. જોકે, એક અધિકારીએ કહ્યું કે આ પહેલીવાર નથી. અગાઉ પણ IAS અધિકારીઓનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

બેઠકમાં મહાગઠબંધનને આપવામાં આવેલ નામ

આ બેઠકમાં વિરોધ પક્ષોએ ગઠબંધનનું નામ નક્કી કર્યું હતું. એનડીએનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને INDIA નામ આપ્યું છે. તેમાં I- ઈન્ડિયન, N- નેશનલ, D- ડેવલપમેન્ટલ, I- ઈન્ક્લુસિવ, A- એલાયન્સ છે.

નામ નક્કી કરવાની સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ ગઠબંધનનો એક સંયોજક હશે અને 11 સભ્યોની સંકલન સમિતિ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડેએ કહ્યું કે અમારી આગામી બેઠક મુંબઈમાં યોજાશે, જેમાં મહાગઠબંધનના સંયોજક અને સંકલન સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે અમારા ગઠબંધનનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) હશે. બધાએ એક અવાજે આ પ્રસ્તાવને ટેકો આપ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધનમાં 11 સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવશે અને તેના સભ્યોના નામની જાહેરાત મુંબઈમાં થનારી આગામી બેઠકમાં કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article