Opposition Alliance: વિપક્ષી ગઠબંધનનું થશે નામકરણ, શિમલાની બેઠકમાં થશે આ નામની જાહેરાત

|

Jun 25, 2023 | 1:37 PM

જુલાઈમાં શિમલામાં યોજાનારી બેઠકમાં સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ થશે કે ગઠબંધન કઈ દિશામાં આગળ વધશે અને તેનું નેતૃત્વ કોણ કરશે. છેલ્લા કેટલાક મહિનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મહાગઠબંધનને લઈને ખૂબ જ સક્રિય છે.

Opposition Alliance: વિપક્ષી ગઠબંધનનું થશે નામકરણ, શિમલાની બેઠકમાં થશે આ નામની જાહેરાત
Opposition Alliance

Follow us on

Opposition Alliance: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા વિપક્ષી પાર્ટીને એક કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ક્રમમાં 23 જૂને બિહારની રાજધાની પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એક મોટી બેઠક પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થયા હતા. હવે વિપક્ષી એકતા પક્ષને નામ આપવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.

શિમલામાં યોજાનારી બેઠકમાં ગઠબંધનના આ નામની જાહેરાત કરવામાં આવશે

સીપીઆઈના મહાસચિવ ડી રાજાએ રવિવારે જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું નામ ‘પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક એલાયન્સ’ (PDA) રાખવામાં આવશે. ડી રાજાના જણાવ્યા અનુસાર, જુલાઈમાં શિમલામાં યોજાનારી આગામી બેઠકમાં વિપક્ષી ગઠબંધનના આ નામની જાહેરાત કરવામાં આવશે. જો કે આ બેઠક ક્યારે થશે તેની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી લોકસભા ચૂંટણીથી વિપક્ષી ગઠબંધનને સંગઠિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તે વેરવિખેર જોવા મળી રહ્યો છે.

નીતિશ કુમાર આ મહાગઠબંધનને લઈને ખૂબ જ સક્રિય છે

જુલાઈમાં શિમલામાં યોજાનારી બેઠકમાં સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ થશે કે ગઠબંધન કઈ દિશામાં આગળ વધશે અને તેનું નેતૃત્વ કોણ કરશે. છેલ્લા કેટલાક મહિનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મહાગઠબંધનને લઈને ખૂબ જ સક્રિય છે. પટનામાં બેઠક પહેલા તેઓ ઘણા વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરતા જોવા મળ્યા હતા.

Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા

આ પણ વાંચો : KCR હવે ભાજપ સાથે વધારી રહ્યા છે નિકટતા !, પટનામાં વિપક્ષી બેઠકનો કર્યો બહિષ્કાર, શાહની મીટિંગમાં મુલાકાત

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ UPA થી બદલીને PDA થશે

CPI દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે શિમલામાં યોજાનારી આગામી મીટીંગમાં મહાગઠબંધનનું નામકરણ કરવામાં આવશે. આ પહેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ PDA ના નામથી પછાત, દલિત અને લઘુમતીઓના ગઠબંધનની વાત કહી હતી. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ UPA થી બદલીને PDA થશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article