Operation Sindoor : ત્રણ મિત્રોએ લખી ‘ઓપરેશન સિંદૂર’ની મહાગાથા, 1984ની NDA બેચમાં સાથે હતા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ખાસ વાત તો એ હતી કે આર્મી, એરફોર્સ અને નેવીના પ્રમુખ એ ત્રણેય ગાઢ મિત્રો છે.

| Updated on: May 09, 2025 | 4:40 PM
4 / 5
30 સપ્ટેમ્બર 2024ના રોજ એર માર્શલ અમર પ્રીત સિંહે ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ (CAS) તરીકેની પદવી સંભાળી. 27 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા અમર પ્રીત સિંહે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), ખડકવાસલામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. રસપ્રદ વાત એ છે કે, તેઓ 1984ની એનડીએ બેચના છે, જેમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી અને નેવી ચીફ દિનેશ ત્રિપાઠી પણ તેમની સાથે હતા. એર માર્શલ અમર પ્રીત સિંહ એક અનુભવી ફાઇટર પાઇલટ છે, જેમણે મિગ-21, મિગ-29 અને સુખોઈ-30 MKI જેવા ફાઇટર એરક્રાફ્ટ ઉડાવેલા છે. તેઓ ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઈલટ પણ રહી ચૂક્યા છે, જેના કારણે તેમની ટેકનિકલ પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) અને નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)માંથી ઉચ્ચ સ્તરીય લશ્કરી તાલીમ પણ મેળવેલી છે.

5 / 5
એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ 30 મે 2024ના રોજ નેવીના વડા (CNS) તરીકેની સત્તા પોતાના હાથમાં લીધી. 15 મે, 1964ના રોજ ઉત્તર પ્રદેશના એક ગામમાં જન્મેલા દિનેશ કુમાર  ત્રિપાઠીએ સરકારી શાળામાં ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ 1973માં સૈનિક સ્કૂલ રેવામાં જોડાયા, જ્યાં તેઓ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના બેચમેટ હતા. આ પછી, તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA), પુણે અને ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલામાંથી લશ્કરી તાલીમ મેળવી. ત્રિપાઠીએ DSSC વેલિંગ્ટન ખાતે સ્ટાફ કોર્સમાં મેડલ જીત્યો અને યુએસ નેવલ વોર કોલેજ, ન્યુપોર્ટ ખાતે તાલીમ પણ મેળવી. તેમણે પશ્ચિમી નૌકાદળ કમાન્ડના કમાન્ડર તરીકેની અને નૌકાદળના નાયબ વડા (2023-24) તરીકે નીતિ અને કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતીય નૌકાદળનું નેતૃત્વ કરી રહ્યા છે.

Published On - 4:38 pm, Fri, 9 May 25