On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ

|

Feb 03, 2022 | 6:57 AM

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા.

On This Day: આજના દિવસે જ ભારતીય ટીમે ચોથી વખત જીત્યો હતો U-19 વિશ્વ કપનો ખિતાબ, જાણો 3 ફેબ્રુઆરીનો ઈતિહાસ
Indian Team (File Image)

Follow us on

ભારતીય ક્રિકેટ (Indian Cricket)માટે 3 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક અને યાદગાર દિવસ છે. 4 વર્ષ પહેલા 3 ફેબ્રુઆરી 2018માં ભારતે ચોથી વખત અંડર-19 વિશ્વ કપ (U-19 World Cup)નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડના બે ઓવલ મેદાનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની તગડી ટીમને 8 વિકેટથી હરાવી હતી. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને 216 રન પર સમેટીને બેટ્સમેનોના કામને સરળ કરી દીધું અને ત્યારબાદ મનજોત કાલરા (Manjot Kalra)એ 102 રન ફટકારી ટીમને વિશ્વ કપ જીતાડ્યો હતો.

3 ફેબ્રુઆરીનો દિવસ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. 1954માં આજના દિવસે અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગ કુંભ દરમિયાન ભાગદોડ મચી હતી અને 500 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ કુંભ મેળા દરમિયાન કરવામાં આવતી વ્યવસ્થાઓમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો. આ રીતે વર્ષ 2006માં 3 ફેબ્રુઆરીનો દિવસ હતો, ઇજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દેશ અને દુનિયાના ઈતિહાસમાં 3 ફેબ્રુઆરીના દિવસે બનેલી ઘટનાઓ

1925: મુંબઈ અને કુર્લાની વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન ચાલી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

1954: અલ્હાબાદમાં ચાલી રહેલા પ્રયાગકુંભ દરમિયાન ભાગદોડ થવાથી 500 લોકોના મોત

1959: અમેરિકામાં વિમાન દુર્ઘટના રોક એન રોલના 3 સભ્યોના મોત થયા. તેમાં 22 વર્ષના જાણીતા ગાયક બડી હોલી પણ સામેલ હતા.

1969: કાંજીવરમ નટરાજન અન્નાદુરૈ તમિલનાડુના વરિષ્ઠ નેતા સીએન અન્નાદુરઈનું નિધન.

1971: ચંદ્ર પર ત્રીજા સફળ માનવયુક્ત અભિયાન દરમિયાન અમેરિકાનું અંતરિક્ષ યાન અપોલો 14 ચંદ્રની સપાટી પર ઉતર્યુ.

1986: પોપે કોલકત્તામાં મધર ટેરેસા સાથે મુલાકાત કરી અને દુ:ખી લોકોની સેવા માટે તેમના દ્વારા બનાવવામાં આવેલા ‘નિર્મલ હ્રદય’ આશ્રમની મુલાકાત કરી.

1988: પરમાણુ શક્તિથી સંચાલિત પ્રથમ સબમરીન આઈએનએસને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી.

2006: ઈજિપ્તમાં લાલ સમુદ્રમાં એક યાટ ડૂબી જતાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2018: ભારતે ન્યૂઝીલેન્ડમાં આયોજિત અંડર 19 ક્રિકેટ વિશ્વ કપમાં રેકોર્ડ ચોથી વખત ખિતાબ પોતાના નામે કર્યો.

 

આ પણ વાંચો: Multibagger Stock : આ શેરે 3 વર્ષમાં આપ્યું 800 ટકા રિટર્ન, રોકાણકારોના રૂપિયા 1 લાખ બનાવ્યા 9.25 લાખ

આ પણ વાંચો: Surat : મહિલા સાથે ગર્ભાવસ્થામાં પણ કુકર્મ કરી મોબાઇલમાં રેકોર્ડિંગ કરતાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Next Article