Omicron Variant: આફ્રિકન દેશોમાંથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો ગુમ થયા, ફોન બંધ, રાજ્યમાં મચ્યો હડકંપ

|

Dec 03, 2021 | 7:25 PM

કર્ણાટકમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા બાદ હવે મોટી બેદરકારી સામે આવી છે. આફ્રિકન દેશોમાંથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો ગુમ થયા હોવાનું કહેવાય છે.

Omicron Variant: આફ્રિકન દેશોમાંથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો ગુમ થયા, ફોન બંધ, રાજ્યમાં મચ્યો હડકંપ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Omicron Variant: કર્ણાટકમાંથી કોરોના (Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ છે. આ દરમિયાન હવે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આફ્રિકન દેશો (African countries)માંથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો લાપતા છે. આરોગ્ય અધિકારી (Health Officer)ઓએ આ મુસાફરોની શોધ શરૂ કરી છે.

આ અંગે માહિતી આપતાં કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન કેસ (Omicron Case) મળી આવ્યા બાદ 57 મુસાફરો બેંગ્લોર આવ્યા હતા. BBMP આ 57 મુસાફરોમાંથી 10 લોકોને શોધી શક્યું નથી. તેના ફોન પણ બંધ છે અને તે આપેલા સરનામે હાજર નથી.

શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ કાર્યક્રમો 15 જાન્યુઆરી સુધી સ્થગિત

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

બીજી તરફ, કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા બાદ રાજ્ય સરકારે પણ કેટલાક પગલાં લીધાં છે. કર્ણાટક સરકારમાં મંત્રી આર અશોકે કહ્યું કે, સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ કાર્યક્રમો 15 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધા છે. તેમણે કહ્યું કે નાગરિકોને થિયેટર, મલ્ટિપ્લેક્સ, શોપિંગ મોલ્સમાં જવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવે છે જો તેઓ સંપૂર્ણ રસી લીધેલી હોય. લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. લગ્ન સમારોહમાં વધુમાં વધુ 500 લોકોને હાજરી આપવાની મંજૂરી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં દુનિયાના લગભગ 30 દેશો આ ઝડપથી ફેલાતા વેરિઅન્ટની ઝપેટમાં છે. 27 નવેમ્બર સુધીમાં, એટલે કે એક અઠવાડિયા પહેલા, 11 દેશોમાં આ નવા કેસની પુષ્ટિ થઈ હતી અને બોત્સ્વાના અને નેધરલેન્ડ સિવાય, બાકીના 9 દેશોમાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોનાના કેસ 3% થી વધીને 388% થઈ ગયા છે. ઈઝરાયેલમાં 78%, હોંગકોંગમાં 27%, ઈટાલીમાં 24%, ચેક રિપબ્લિકમાં 11% અને બેલ્જિયમમાં 10% વધુ કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાર્સ કોવલ-2ના વેરિયન્ટ માટે 12 ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરી ચૂક્યું છે. જે બાદ ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકામાંથી નવો વેરિયન્ટ (New Variant) સામે આવ્યો. રસપ્રદ વાત એ છે કે આ અર્થમાં, ગ્રીક મૂળાક્ષરોમાં Mu પછી 13મો અક્ષર Nu (Nu) અથવા Xi (Xi) આવ્યો. પરંતુ WHOઓ એ તેમનો આગળના અક્ષર ઓમિક્રોનને પસંદ કર્યો.

Omicron નો અર્થ શું છે ?

અંગ્રેજી મૂળાક્ષરોમાં નાના O અક્ષરનું આ ગ્રીક સ્વરૂપ છે, જે 15મો અક્ષર છે. જ્યારે ગ્રીકમાં ઓમેગા અંગ્રેજી કેપિટલ અથવા મોટા Oનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમિક્રોન અને ઓમેગાના ઉચ્ચારણમાં તફાવત છે. આ સિવાય ઓમિક્રોન ગ્રીક નંબરોમાં 70 નંબર પણ દર્શાવે છે. ખગોળશાસ્ત્રમાં, નક્ષત્રમાં 15મો તારો ઓમિક્રોન દ્વારા રજૂ થાય છે. જેમ કે Omicron Andromada, Omicron Ceti, Omicron Persei વગેરે…જેને કારણે આ નવા વેરિયન્ટનું નામ Omicron રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : આખરે ભારત માટે જીનોમ સિક્વન્સ વધારવું શા માટે મહત્વનું છે? બેદરકારી દેખાડી તો મોટી મુશ્કેલી નોંતરવા બરાબર

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યું, પક્ષના કાર્યકરો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો

Next Article