Omicron: જો બ્રિટનની જેમ કેસ વધશે તો ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે, ઓમિક્રોનની ફેલાવાની ઝડપ વધુ

|

Dec 18, 2021 | 1:29 PM

ડૉ. વીકે પૉલે કહ્યું કે, વૈજ્ઞાનિકોની સક્ષમ ટીમ કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝના મુદ્દાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ વિકલ્પ યોગ્ય પુરાવા સાથે અને યોગ્ય સમયે લેવામાં આવશે.

Omicron: જો બ્રિટનની જેમ કેસ વધશે તો ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે, ઓમિક્રોનની ફેલાવાની ઝડપ વધુ
Niti Aayog member Dr VK Paul(File Photo)

Follow us on

Omicron: વિશ્વભરમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના ફેલાવા અને ચેપના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી.કે. પોલે (Vinod Kumar Paul) શુક્રવારે બ્રિટેન અને ફ્રાંસનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જો ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)નો ફેલાવો તે દેશોની જેમ થશે, તો વસ્તીના પ્રમાણમાં દરરોજ 14 લાખ કેસ નોંધાશે.

Vinod Kumar Paul એક પ્રેસ કૉન્ફરન્સ (Press conference) દરમિયાન જણાવ્યું હતું કે, ચેપના વધતા જતા કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે હજુ પણ પ્રારંભિક સ્થિતિ છે અને સરકાર તેની નજીકથી દેખરેખ રાખી રહી છે. તેમણે કહ્યું, “એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન(Omicron Variant)થી હળવો ચેપ જોવા મળી રહ્યો છે. બધા નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

 

 

દેશના 11 રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant)ના 113 કેસ નોંધાયા છે. જેમાંથી 26 કેસ શુક્રવારે સામે આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે, આપણે બિન-જરૂરી મુસાફરી (Travel) ટાળવાની જરૂર છે, મોટા પાયે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી કરવાની જરૂર નથી.

ડૉ. પૉલે કહ્યું કે Scientific community કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ (Booster dose)આપવાના તમામ પાસાઓ પર વિચાર કરી રહ્યો છે, જ્યારે મહત્તમ સંભવિત વસ્તીનું પ્રાથમિક રસીકરણ એ સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય છે.

શુક્રવારે બ્રિટનમાં નવા પ્રકારોના 3,201 કેસ નોંધાયા

તેમણે કહ્યું, “રસી સંસાધનોના સંદર્ભમાં આ સમયે પરિસ્થિતિ એકંદરે સારી છે. વૈજ્ઞાનિક સમુદાય સતત આ પાસાઓ પર વિચાર કરી રહ્યો છે. જ્યારે કોઈ સંસાધનની તંગી ન હોય, ત્યારે તે (રસીના બૂસ્ટર ડોઝ વિશે) રોગશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પરામર્શના આધારે નક્કી કરવામાં આવશે.

પોલે કહ્યું કે વૈજ્ઞાનિકોની સક્ષમ ટીમ બૂસ્ટર ડોઝના મુદ્દાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ વિકલ્પ યોગ્ય પુરાવા સાથે અને યોગ્ય સમયે લેવામાં આવશે. “પરંતુ હકીકત એ છે કે આ તમામ અભિગમ ત્યારે આવે છે જ્યારે અમે મહત્તમ સંભવિત વસ્તીને પ્રાથમિક રસીકરણ કવરેજ પ્રદાન કર્યું છે અને તે સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય છે,

શુક્રવારે, યુકેમાં નવા પ્રકારના 3,201 કેસ નોંધાયા હતા, જે ઓમિક્રોનની શોધ પછી સૌથી વધુ છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 14,909 થઈ ગઈ છે. તે જ સમયે, શુક્રવારે બ્રિટનમાં કુલ 93,045 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : National Family Health Survey 5: દેશમાં પ્રથમવખત 1000 પુરુષોએ 1020 મહિલાઓ, શહેર અને ગામ વચ્ચે મોટો તફાવત

Published On - 10:36 am, Sat, 18 December 21

Next Article