ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ

|

Dec 26, 2021 | 11:47 AM

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 110 કેસ નોંધાઈ ચૂક્યા છે.

ઓમિક્રોનનો આતંક : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોંધાયા આટલા કેસ
Omicron Cases Increase in india

Follow us on

Omicron Variant : દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Corona Omicron Variant) સમગ્ર દેશમાં દહેશત વધારી છે. વધતા સંક્રમણને (Corona Infection) ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક પહોંચ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 422 કેસ નોંધાઈ ચૂક્યા છે. શનિવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં (Maharashtra)  ઓમિક્રોનના સૌથી વધુ 110 કેસ નોંધાયા છે.

જેમાં દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા છે અને 7,091 લોકો સાજા થયા છે. ઉપરાંત 162 લોકોનાં કોરોનાને (Covid 19) કારણે મોત નીપજ્યા છે. નવો કેસ સામે આવ્યા બાદ દેશમાં એક્ટિવ કેસ (Active Case) વધીને 76,766 પર પહોંચી ગયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,42,30,354 દર્દીઓ રિકવર થયા છે અને કુલ મૃત્યુઆંક 4,79,682 પર પહોંચી ગયો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

વેક્સિનેશનની કામગિરી પૂરજોશમાં

આ સાથે વધતા સંક્રમણને રોકવા માટે વડા પ્રધાને શનિવારે કહ્યું હતું કે, 10 જાન્યુઆરીથી ડોકટરોની સલાહ પર 60 વર્ષથી વધુ વયના લોકો કે જે અન્ય ગંભીર રોગોથી પીડિત છે તેને અને 15 થી 18 વર્ષના બાળકોને પણ  રસીના ડોઝ (Vaccine Dose) આપવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 1 અબજ 41 કરોડ 37 લાખ 72 હજાર 425 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી શનિવારે 32 લાખ 90 હજાર 766 ડોઝ આપવામાં આવ્યા હતા.ત્યારે હાલ રસીકરણનો વેગ વધારવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં 57 દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 9,102 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 796 દર્દીઓ સાજા થયા છે, જે બાદ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 65,02,039 પર પહોંચી છે. રાજ્યમાં ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના વધુ બે નવા કેસ મળી આવતા, કુલ આંકડો 110 સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

Next Article