ઉદયપુર હત્યાકાંડ બાદ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલનું આ જૂનું ટ્વિટ થયું વાયરલ

|

Jun 29, 2022 | 9:19 PM

ઉદયપુરમાં(udaipur) કન્હૈયાલાલ હત્યા કેસ પર વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે.

ઉદયપુર હત્યાકાંડ બાદ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલનું આ જૂનું ટ્વિટ થયું વાયરલ
Rahul Gandhi And Arvind Kejriwal

Follow us on

ઉદયપુરમાં (Udaipur) કન્હૈયાલાલ હત્યા(Murder) કેસ પર વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) પણ ટ્વિટ  કરીને આ ઘટનાની નિંદા કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે ઉદયપુરમાં થયેલી ઘૃણાસ્પદ હત્યાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ધર્મના નામે ક્રૂરતા સહન કરી શકાય નહીં. આ ક્રૂરતાથી આતંક ફેલાવનારાઓને તાત્કાલિક સજા થવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું બધાને અપીલ કરું છું, કૃપા કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.

જો કે રાહુલ ગાંધીની આ ટ્વિટ બાદ તરત જ સોશિયલ મીડિયામાં તેમણે વર્ષ 2021માં ત્રિપુરાની  સાંપ્રદાયિક ઘટના અંગે કરેલી ટ્વિટ વાયરલ થઈ છે. જેમાં રાહુલ ગાંધીએ મુસ્લિમો પર હુમલાના કિસ્સામાં હિન્દુ ધર્મને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે 28 ઓક્ટોબર, 2021ના ટ્વિટ કરીને લખ્યું હતું કે, ત્રિપુરામાં આપણા મુસ્લિમ ભાઈઓ સાથે ક્રૂરતા થઈ રહી છે. જે લોકો હિંદુના નામે નફરત અને હિંસા કરે છે તે હિંદુ નથી, દંભી છે. સરકાર ક્યાં સુધી આંધળી અને બહેરી હોવાનો ડોળ કરતી રહેશે?

રાહુલ ગાંધીની બંને ટ્વિટના સ્ક્રીન શૉટ સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ

જો કે આ દરમ્યાન રાહુલ ગાંધીની આ બંને ટ્વિટના સ્ક્રીન શૉટ સાથે સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લખ્યું છે કે ત્રિપુરા કેસમાં સીધી રીતે હિન્દુઓને બદનામ કરવામાં આવ્યા છે. જ્યારે ઉદયપુર કેસમાં મુસ્લિમો વિશે કશું કહેવામાં આવ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યું છે

જ્યારે ઉદયપુર હત્યાકાંડમાં દિલ્હીના સીએમ  અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આજે કરેલા ટ્વિટમાં કહ્યું છે કે ઉદયપુરની ઘટના ખૂબ જ ભયાવહ અને બીભત્સ છે. આવા નૃશંસ કૃત્યની સભ્ય સમાજમાં કોઇ જગ્યા નથી. અમે આની સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. આ ઘટનાને અંજામ આપનારા ગુનેગારોને સખ્ત સજા આપવી જોઇએ

જો કે આની સાથે જ અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલે એક વિડીયો ટ્વિટ કરીને મુસલમાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને હિન્દુ ધર્મગ્રંથો અને હિન્દુ પર નિશાન તાક્યું હતું.આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, આ વિડીઓ જુઓ, અમારા કયા ધર્મગ્રંથમાં લખ્યું છે કે, મુસલમાનોને મારો ? ગીતામાં રામાયણમાં ? હનુમાન ચાલીસામાં ?

અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ

આ લોકો હિન્દુ નથી, હિન્દુઓના રૂપમાં ગુંડા છે. એમના પક્ષમાં લુચ્ચા, લફંગા, ગુંડાઓની સેના છે. આમનાથી દેશ અને હિન્દુ ધર્મ બંને બચાવવા દરેક ભારતવાસીની ફરજ છે.

 

Published On - 9:16 pm, Wed, 29 June 22

Next Article