Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માત બાદ શાળાએ જવાથી ડરી રહ્યા છે આ શિક્ષકો અને વિદ્યાર્થીઓ, જાણો કારણ

|

Jun 09, 2023 | 1:51 PM

બાલાસોર ટ્રેન દુર્ઘટના એટલી ગંભીર હતી કે જોતજોતામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. એટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા કે મૃતદેહોને રાખવા માટે અલગ અલગ જગ્યા શોધવી પડી હતી.

Odisha Train Accident: ઓડિશા ટ્રેન અકસ્માત બાદ શાળાએ જવાથી ડરી રહ્યા છે આ શિક્ષકો અને વિદ્યાર્થીઓ, જાણો કારણ
Odisha Train Accident

Follow us on

Odisha: બાલાસેર ટ્રેન દુર્ઘટનાને એક અઠવાડિયું થવા આવ્યું છે, પરંતુ આજે પણ લોકો ગભરાયેલા છે. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે જોતજોતામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. એટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા કે મૃતદેહોને રાખવા માટે અલગ અલગ જગ્યા શોધવી પડી હતી. તેથી મૃતદેહોને આસપાસની સરકારી બિલ્ડિંગોનો ઉપયોગ કરાયો હતો. આ બિલ્ડિંગોમાં એક હતી 65 વર્ષ જૂની સ્કૂલ જ્યાં રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે

આ મામલે હવે શિક્ષકો અને સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ સ્કૂલમાં નહી જાય. આ સ્કૂલ ટ્રેન દુર્ઘટનાના સ્થળથી માત્ર 500 નીટર દૂર છે. સ્કૂલ ઉનાળુ વેકેશનના કારણે બંધ હતી. ટ્રેન દુર્ઘટના બાદ રેસ્કયુ ઓપરેશન દરમિયાન ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવેલ મૃતદેહોને રાખવા માટેની જગ્યાની જરૂર હતી. આ ઉપરાંત બહાનગા નોડલ હાઈસ્કૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

6 ક્લાસરૂમમાં રાખવામાં આવ્યા હતા મૃતદેહો

રજાઓ બાદ 16 જૂનથી શાળાઓ ફરી શરૂ થશે, પરંતુ હવે બાળકો અને શિક્ષકોએ શાળાએ આવવાની ના પાડી દીધી છે. મૃતદેહોને સ્કૂલમાં રાખવાથી તે ગભરાઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ શાળામાં 250 મૃતદેહો રાખવામાં આવ્યા હતા. આ માટે 6 ક્લાસરૂમ અને એક હોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં અહીંથી મૃતદેહોને બાલાસોર અને ભુવનેશ્વરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતદેહોને હટાવ્યા બાદ સ્કૂલને પણ સંપૂર્ણ સેનિટાઈઝ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં બાળકો અને શિક્ષકો સ્કૂલની અંદર જતા ડરે છે. તેમને લાગે છે કે શાળામાં મૃતદેહો રાખવાથી આ જગ્યા ભૂતિયા બની ગઈ છે. આવી સ્થિતિમાં શાળાનું બિલ્ડીંગ તોડીને ફરીથી નવું બનાવવામાં આવે તેવી ચર્ચા છે. બાલાસોરના કલેક્ટરે લોકોને ભય અને અંધશ્રદ્ધા ફેલાવવાની મનાઈ કરી છે. શાળાની ઇમારત તોડી પાડવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article