Odisha: ઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને “કોમી રંગ” આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.
લોકોને “ખોટી અને ખરાબ પોસ્ટ્સ” ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું, “ઓડિશામાં જીઆરપી દ્વારા દુર્ઘટનાનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા પર આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. બાલાસોરમાં થયેલો ટ્રેન અકસ્માત દુ:ખદ છે અને તેના પર આ પ્રકારનો સાંપ્રદાયિક રંગ આપવો પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
We appeal to all concerned to desist from circulating such false and ill-motivated posts. Severe legal action will be initiated against those who are trying to create communal disharmony by spreading rumours.
— Odisha Police (@odisha_police) June 4, 2023
શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોરમાં બહંગા રેલવે સ્ટેશન પર બે ટ્રેન અને એક માલગાડીનો અકસ્માત થયો હતો. રેલવે તરફથી જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન (શાલીમાર-મદ્રાસ)ની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે અપ લૂપ લાઇન પર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી.
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 275 છે અને 288 નથી. ડીએમએ ડેટા તપાસ્યો અને જાણવા મળ્યું કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકમાં સુધારો કરવામાં આવ્યો હતો અને 275 કરવામાં આવ્યો છે. 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે. 1,175 ઘાયલોમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ ડેટા બપોરે 2 વાગ્યાનો છે.
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.