Odisha : ઓડિશામાં કોરોનાના કેસમાં ઘટાડો, હવે 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ખુલશે શ્રી જગન્નાથ મંદિર

|

Jan 28, 2022 | 11:44 PM

શુક્રવારે ઓડિશામાં કોરોના વાયરસના ચેપના 5,057 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 844 ઓછા છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું કે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12,36,226 થઈ ગઈ છે.

Odisha : ઓડિશામાં કોરોનાના કેસમાં ઘટાડો, હવે 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ખુલશે શ્રી જગન્નાથ મંદિર
Jagannath Temple

Follow us on

ઓડિશા સરકારે (Odisha Government) શુક્રવારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું શ્રી જગન્નાથ મંદિર (Jagannath Temple Reopen) 1 ફેબ્રુઆરી (1st February) થી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. પુરીના જિલ્લા કલેક્ટર સમર્થ વર્માએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) અને છતિસા નિજોગ (મંદિર સેવા સંસ્થા)ના સભ્યોની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બારમી સદીનું મંદિર રવિવારે સ્વચ્છતા માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા મોટાભાગે મંદિર પર નિર્ભર છે. આ સિવાય લોકોની લાગણી અને કોવિડ-19ના મામલામાં નજીવા ઘટાડાને ધ્યાનમાં રાખીને 1 ફેબ્રુઆરીથી મંદિરને લોકો માટે ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સ્થાનિક પરિસ્થિતિને જોતા તહેવારો પર મંદિર બંધ રહેશે. કલેક્ટરે કહ્યું કે ભક્તોને પૂર્વ દરવાજા (સિંહ દ્વાર) દ્વારા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે પુરીના સ્થાનિક લોકો પશ્ચિમી દરવાજાથી મંદિરની અંદર જશે. રાજ્યમાં કોવિડ-19 કેસના પુનરુત્થાન અને કેટલાક સેવકો અને મંદિરના કર્મચારીઓને વાયરસનો ચેપ લાગવાને કારણે SJTA એ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખ્યું હતું. મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં દેવી-દેવતાઓની નિયમિત વિધિમાં કોઈ અડચણ ન હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, લોકો મંદિરની મુલાકાત લઈ શકે તે માટે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં દર્શનનો સમય અને રોગચાળા દરમિયાન મંદિરમાં પ્રવેશવા માટે જરૂરી સાવચેતીઓનો ઉલ્લેખ કરવામાં આવશે. અગાઉ, એક સ્થાનિક સંગઠન શ્રી જગન્નાથ સેનાએ મંદિરને ફરીથી ખોલવાની માગ સાથે મંદિરની સામે પ્રદર્શન કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શુક્રવારે ઓડિશામાં કોરોનાના 5,057 નવા કેસ સામે આવ્યા

બીજી તરફ, શુક્રવારે ઓડિશામાં કોરોના વાયરસના ચેપના 5,057 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 844 ઓછા છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું કે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 12,36,226 થઈ ગઈ છે. આ સિવાય 10 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 8,560 પર પહોંચી ગઈ છે. ગુરુવારે, રાજ્યમાં ચેપના 5,901 કેસ નોંધાયા હતા અને આઠ દર્દીઓના મોત થયા હતા. ઓડિશામાં સક્રિય દર્દીઓની સંખ્યા 64,217 છે. 11,63,396 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

 

આ પણ વાંચો: Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ

આ પણ વાંચો: Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

Next Article