
હાલ ચોમાસા એ વિદાય લઈ લીધી છે અને સામાન્ય રીતે ઓક્ટોબર આવતા સુધીમાં ગરમી પણ ઓછી થઈ જાય છે અને ઠંડી અનુભવવા લાગે છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં વધુ ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે ગરમીથી ત્રાસેલા વ્યક્તિને એક જ સવાલ છે કે આખરે આ ગરમી જવાનું નામ કેમ નથી લઈ રહી તો તેનો જવાબ છે ‘અલ નિનો ઈફેક્ટ’. અલ નિનો સમુદ્રને ગરમ કરી રહ્યો છે અને ધરતી પરનું તાપમાન વધારી રહ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં ભારત માટે કેટલી એલાર્મિગ સ્થિતિ છે તેના વિશે જાણીએ. ઓછુ વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બેન્સ ઋતુઓની એક એવી પ્રણાલી છે જે સામાન્ય રીતે ભૂમધ્યસાગરીય વિસ્તારોમાં બને છે. તે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડક અને વરસાદ લાવી શકે છે. જ્યારે ઓક્ટોબરની શરૂઆતમાં તેની ગતિવિધિ નબળી પડે છે તો વાદળ, વરસાદ અને ઠંડી હવાથી તાપમાન ઓછુ થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. ખાસ કરીને શહેરીકરણ ને કારણે શહેરોમાં આ સ્થિતિ વધુ અનુભવાય છે. ઊંચી કોંક્રીટની ઈમારતો, સડકો અન પાક્કી છતો...
Published On - 6:21 pm, Tue, 13 October 26