BJPની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ માંગી માફી, કહ્યું- હું વારંવાર મહાદેવનું અપમાન સહન ન કરી શકી, હું મારા શબ્દો પાછા લઉં છું

|

Jun 05, 2022 | 8:04 PM

ભાજપમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે 'હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટમાં જતી હતી. ત્યાં મારા આરાધ્ય શિવનું દરરોજ અપમાન થતું હતું.

BJPની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ માંગી માફી, કહ્યું- હું વારંવાર મહાદેવનું અપમાન સહન ન કરી શકી, હું મારા શબ્દો પાછા લઉં છું
Nupur-sharma

Follow us on

પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે ટિપ્પણી કરવા બદલ ભાજપે રવિવારે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પછી નૂપુર શર્માએ (Nupur Sharma) નિવેદન જાહેર કરીને માફી માંગી હતી. તેણીએ રવિવારે કહ્યું હતું કે જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઈ લઉં છું. તેણે કહ્યું કે “કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો.”

ભાજપમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે ‘હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટમાં જતી હતી. ત્યાં મારા આરાધ્ય શિવનું દરરોજ અપમાન થતું હતું. મારી સામે કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પરંતુ ફુવારો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મારો મતલબ કોઈને દુઃખ આપવાનો નહોતોઃ નૂપુર શર્મા

નૂપુર શર્માએ આગળ કહ્યું ‘મને એવું પણ કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના ફૂટપાથ પર ઘણા શિવલિંગ જોવા મળે છે, જાઓ અને તેમની પૂજા કરો. મારી સામે વારંવાર આવી રીતે આપણા મહાદેવ શિવનું અપમાન હું સહન ન કરી શકી અને મેં ગુસ્સામાં કેટલીક વાતો કહી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો.

ભાજપે એક નિવેદન જાહેર કર્યું હતું

પૈગંબર મોહમ્મદ પર કથિત વિવાદાસ્પદ નિવેદન બાદ થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે રવિવારે ભાજપ દ્વારા પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ વતી કહેવામાં આવ્યું હતું કે પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકારતું નથી. ભાજપના મહાસચિવ અરુણ સિંહે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈપણ ધર્મ કે સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચે તેવો કોઈ વિચાર ભાજપને સ્વીકાર્ય નથી. ભાજપ આવા કોઈ વિચારને સ્વીકારતું નથી કે પ્રોત્સાહિત કરતું નથી.

નવીન જિંદાલે પણ સ્પષ્ટતા કરી હતી

બીજી તરફ ભાજપે નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ પછી જિંદાલે પણ નિવેદન જાહેર કર્યું છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ‘અમે તમામ ધર્મોની આસ્થાનું સન્માન કરીએ છીએ પણ સવાલ એ માનસિકતાનો જ હતો, જેઓ આપણા દેવી-દેવતાઓ પર અપમાનજનક ટીપ્પણી કરીને નફરત ફેલાવે છે. મેં તેને ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો. એનો અર્થ એ નથી કે અમે કોઈ ધર્મની વિરુદ્ધ છીએ.

Next Article