દેશમાં કોરોનાના વધતા જતા કેસ (Corona Cases) વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) એ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવોવેક્સ (Covovax) રસી મંજૂર કરી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં બાળકોને રસીકરણ પર ભાર આપવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં, કોવોવેક્સ રસીની મંજૂરી મળ્યા પછી, રસીકરણમાં વધુ વેગ આવવાની અપેક્ષા છે.
ભારતના ડ્રગ રેગ્યુલેટરે 28 ડિસેમ્બરના રોજ કટોકટીની સ્થિતિમાં પુખ્ત વયના લોકો પર અને 9 માર્ચે અમુક શરતો સાથે 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ રસીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી હતી. આ સાથે, SII અને સરકાર અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોવોવેક્સ રસી આપવાની મંજૂરી માંગી છે.
NTAGI approves Serum Institute of India’s Covovax for the 12-17 age group: Sources #COVID19 pic.twitter.com/v84yzEAEMA
— ANI (@ANI) April 29, 2022
રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલાએ તાજેતરમાં સરકારી સ્તરે રસીની મંજૂરી મેળવવામાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બાળકોને આપવામાં આવતી રસીની મંજૂરી ઘણા મહિનાઓથી રાહ જોયા બાદ આપવામાં આવી છે. પૂનાવાલાએ કહ્યું હતું કે સમયસર નિર્ણય લેવા માટે જવાબદાર લોકો અને સમિતિઓનું વલણ દર્શાવે છે કે તેઓ કોઈ ઉતાવળમાં નથી. તેમણે કહ્યું કે, મહામારી સામેના યુદ્ધમાં જે ગતિ અમને આ સ્થાને લાવી હતી તે હવે ખોવાઈ ગઈ છે. એવું લાગે છે કે તેમના માટે બધું સામાન્ય થઈ ગયું છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ અગાઉ કોવિશિલ્ડ રસીની કિંમતમાં ઘટાડો કર્યો હતો. એક ટ્વિટમાં પૂનાવાલાએ કહ્યું કે સરકાર સાથે વાતચીત કર્યા પછી જ તેમણે ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીના એક ડોઝની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : વિદેશ મંત્રાલયે ભારત બાયોટેકને આપી સલાહ, કંપનીએ કોવેક્સિન માટે EUL રદ કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો