હવે તમે તમારો જન્મદિવસ સેલિબ્રેટ કરી શકશો મેટ્રોમાં, જાણો કયા શહેરમાં કેટલા રૂપિયામાં મળી રહી છે આ ઓફર

|

Mar 20, 2021 | 12:28 PM

તમે ઘણી વાર રેસ્ટોરન્ટમાં જન્મદિવસ ઉજવ્યો હશે. પરંતુ હવે આ શહેરની મેટ્રો તમને મેટ્રો કોચમાં જન્મદિવસ ઉજવવાનો ચાન્સ આપી રહી છે.

હવે તમે તમારો જન્મદિવસ સેલિબ્રેટ કરી શકશો મેટ્રોમાં, જાણો કયા શહેરમાં કેટલા રૂપિયામાં મળી રહી છે આ ઓફર
જયપુર મેટ્રોની ઓફર

Follow us on

બર્થડે પાર્ટીની ઉજવણી માટે હોટલ, રેસ્ટોરન્ટ બુક કરવાની વાત તો સાંભળી હશે. તેમજ તમે પણ તમારા પ્રિયજનનો જન્મદિન આ રીતે કોઈ ખાસ જગ્યા બૂક કરીને ઉજવ્યો હશે. પરંતુ હવે તમે તેને ખુબ અનોખી રીતે ઉજવી શકશો. આ વાત થઇ રહી છે, મેટ્રોમાં બર્થડે પાર્ટીની ઉજવણી વિષે. આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જી હા હવે તમારી પાસે મેટ્રોમાં પણ જન્મદિવસને ખાસ બનાવવાની તક છે. આ અહેવાલ છે જયપુર સિટીનો. જ્યાં જયપુર મેટ્રો વધુ પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી તમને જન્મદિવસ અને અન્ય ઇવેન્ટ્સ ઉજવવાની તક આપી રહી છે. આ માટે તમે પૈસા આપીને મેટ્રોનો આખો કોચ બૂક કરી શકો છો.

જયપુર મેટ્રોએ જણાવ્યું હતું કે, વધુ કમાણી કરવાની પહેલ અંતર્ગત હવે લોકો જન્મદિવસ અને અન્ય કાર્યક્રમોની ઉજવણી માટે મેટ્રો કોચ બૂક કરાવી શકાશે. અગાઉ જયપુર મેટ્રોએ નાના કમર્શિયલ શૂટ કરવાની પણ ઓફર કરી ચુકી છે.

ગુરુવારે એક સત્તાવાર નિવેદન મુજબ જણાવવામાં આવ્યું કે, જે વ્યક્તિ મેટ્રો કોચમાં ઇવેન્ટની ઉજવણી કરવાની ઇચ્છા રાખે છે, તેણે ચાર કલાક માટે કોચ દીઠ 5 હજાર રૂપિયા ચુકવવા પડશે. આ સિવાય વધારાના કલાકો માટે 1000 રૂપિયાના પ્રતિ કલાક ચૂકવવા પડશે. એ જ રીતે ચાર કોચ માટેની ફી પ્રતિ કલાક 20,000 રૂપિયા અને પ્રતિ કલાક વધારાના 5000 રૂપિયા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહયોગથી ટૂંક સમયમાં મેટ્રો સ્ટેશન પર બેનરો, સ્ટેન્ડ્સ અને કેનોપીઓના માધ્યમથી ટૂંકા ગાળાની જાહેરાતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પૈસાની કમાણી વધારવા માટે જયપુર મેટ્રોએ આ કીમિયો અપનાવ્યો છે. અત્યાર સુધી લોકો હોટલ, કેફે, રેસ્ટોરન્ટ તેમજ મોટા પ્લોટ જન્મદિવસ કે અન્ય કાર્યક્રમો માટે બૂક કરાવતા હતા. હવે સામાન્ય લોકોને મેટ્રોમાં સેલિબ્રેશન કરવાનો ચાન્સ જયપુર મેટ્રો આપી રહી છે. અહેવાલ અનુસાર ટૂંક સમયમાં જાહેરાતો થકી પણ પૈસા કમાવવાનો વિચાર મેટ્રો કરી રહી છે. હવે એ દિવસો દુર નથી કે લોકો મેટ્રોમાં જન્મદિન ઉજવાતા જોવા મળશે. તેમજ અન્ય કાર્યક્રમો યોજી શકશે.

કાર્યક્રમો માટે કલાક દીઠ ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. જો તમે પણ હવે આ રીતે જન્મદિન ઉજવવા માનતા હોય તો તમારે જયપુર જવું પડશે.

Next Article