દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આંકડો વધતો જઈ રહ્યો છે. વંદે ભારત દેશની સૌથી ઝડપી ચાલનારી ટ્રેનોમાંથી એક છે. આ સેમી-હાઈસ્પીડ ટ્રેન હવે દેશના મહત્વપૂર્ણ કેન્દ્રોને જોડી રહી છે. ભારતીય રેલવેની સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ રેલવે મુસાફરોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અત્યાર સુધી મુસાફરોને 8 આવી ટ્રેનોની સુવિધા આપવામાં આવી રહી છે પણ ઝડપી જ મુસાફરોને વંદે ભારતમાં સ્લીપર કોચની પણ સુવિધા મળવા લાગશે. કારણ કે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો વંદે ભારતની સ્લીપર વર્ઝનવાળી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
અધિકારીઓનું કહેવું છે કે હવે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. એલ્યુમિનિયમથી બનેલા સ્લીપર વર્ઝનની આ ટ્રેન પાટા પર 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. તેમને કહ્યું કે ચેયરકાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તબક્કાવાર શતાબ્દી એક્સપ્રેસ સામે બદલવામાં આવશે, જ્યારે સ્લીપર વર્ઝન રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો વિકલ્પ હશે.
બીજા તબક્કામાં 200 વંદે ભારત ટ્રેન સ્લીપર હશે અને તેને એલ્યુમીનિયમથી બનાવવામાં આવશે. તે વધારેમાં વધારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. એક અધિકારીએ કહ્યું કે તેના માટે દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકત્તા રેલવેના પાટાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. સિગ્નલ સિસ્ટમ, પુલોને રિપેર કરવામાં આવી રહ્યા છે, હાલમાં ફેન્સીંગનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ સિવાય બંને રેલવે માર્ગ પર 1800 કરોડ રૂપિયાના ખર્ચથી અથડામણ વિરોધી તકનીકી કવચ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી દુર્ઘટના ઓછી થશે. આગામી 2 વર્ષમાં તમિલનાડુના ચેન્નાઈમાં આઈસીએફ, મહારાષ્ટ્રમાં લાતૂર રેલ્વે ફેક્ટરી અને હરિયાણાના સોનીપતમાં 400 ટ્રેનનું પ્રોડક્શન કરવામાં આવશે.