દેશમાં BlacK Fungus ની દવાની ઉભી નહિ થાય અછત, કેન્દ્ર સરકારે લીધા મહત્વપૂર્ણ નિર્ણયો

|

May 25, 2021 | 10:47 PM

દેશમાં કોરોના (Corona) રોગચાળા સાથે BlacK Fungus નો કહેર પણ ચાલુ છે. ત્યારે કેન્દ્ર સરકાર આ ખતરનાક રોગચાળાને પહોંચી વળવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં મંગળવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે દેશમાં BlacK Fungusની દવા (Amphotericin B) ના ઉત્પાદનની ક્ષમતા દરરોજ ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી છે.

દેશમાં BlacK Fungus ની દવાની ઉભી નહિ થાય અછત, કેન્દ્ર સરકારે લીધા મહત્વપૂર્ણ નિર્ણયો
Central Minister Mansukh Mandaviya( File Photo)

Follow us on

દેશમાં કોરોના (Corona) રોગચાળા સાથે BlacK Fungus નો કહેર પણ ચાલુ છે. ત્યારે કેન્દ્ર સરકાર આ ખતરનાક રોગચાળાને પહોંચી વળવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં મંગળવારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે દેશમાં BlacK Fungusની દવા (Amphotericin B) ના ઉત્પાદનની ક્ષમતા દરરોજ ત્રણ લાખથી વધારીને સાત લાખ કરવામાં આવી છે.

BlacK Fungusની દવાની સાત લાખ વાયલ(શીશી) આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 મે પહેલા ત્રણ લાખ વાયલ આવશે.

જૂનના પહેલા અને બીજા સપ્તાહમાં ત્રણ લાખ વધુ મળશે. તેમણે જણાવ્યું હતું કે જૂનમાં લગભગ 16 લાખ (Amphotericin B) શીશીઓનું ઉત્પાદન થવાની સંભાવના છે. ભારત આઠ લાખ વાયલ(શીશી) બનાવશે. જ્યારે આપણે આયાતથી સાત લાખ વાયલ(શીશી)ઓની અપેક્ષા રાખીએ છીએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં છ કંપનીઓ આ દવા તૈયાર કરી રહી છે. આ સિવાય વધુ પાંચ કંપનીઓને દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. હાલની કંપનીઓએ પણ ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું છે. આ સાથે, ભારતીય કંપનીઓએ પણ આ દવાના છ લાખ વાયલ(શીશી) આયાત કરવાનો આદેશ આપ્યો છે.

આ પાંચ વધુ કંપનીઓને પરવાનગી મળી 
એમક્યોર  ફાર્માસ્યુટિકલ્સ
નાટકો ફાર્મા
ગુફિક બાયો સાયન્સ લિમિટેડ
એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ
લાયકા  ફાર્માસ્યુટિકલ્સ

આ કંપનીઓ પહેલેથી જ (Amphotericin B)નું નિર્માણ કરી રહી છે
માયલન
ભારત સીરમ્સ
બીડીઆર ફાર્મા
સન ફાર્મા
સિપ્લા
લાઈફ કેર

BlacK Fungus શું છે?
અમેરિકાના સી.ડી.સી. અનુસાર, Mucormycosis અથવા BlacK Fungus એ દુર્લભ ફંગલ ચેપ છે. પરંતુ આ એક ગંભીર ચેપ છે, જે મોલ્ડ અથવા ફૂગના સમૂહ દ્વારા થાય છે. આ મોલ્ડ સમગ્ર પર્યાવરણમાં ટકી રહે છે. જે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે.

જાણો તેના લક્ષણો શું છે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનસિંહે ટ્વીટ કર્યું છે કે આંખોમાં લાલાશ અથવા દુખાવો, તાવ, ઉધરસ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી, રક્તસ્રાવ અથવા માનસિક સ્થિતિ એ BlacK Fungusના લક્ષણો છે.

Published On - 10:46 pm, Tue, 25 May 21

Next Article