PNB કૌભાંડ: ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો, એન્ટિગુઆના વડાપ્રધાને ભારતને આપ્યો સાથ

|

Jun 25, 2019 | 7:36 AM

પંજાબ નેશનલ બૅન્કને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભારતના દબાણમાં એન્ટીગુઆ સરકારે મેહુલ ચોકસીની નાગરિકતાને રદ કરવાનો નિર્ણય લીધો છે. મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા માર્ચમાં શરૂ થઈ હતી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

PNB કૌભાંડ: ભાગેડુ મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો, એન્ટિગુઆના વડાપ્રધાને ભારતને આપ્યો સાથ

Follow us on

પંજાબ નેશનલ બૅન્કને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભારતના દબાણમાં એન્ટીગુઆ સરકારે મેહુલ ચોકસીની નાગરિકતાને રદ કરવાનો નિર્ણય લીધો છે. મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા માર્ચમાં શરૂ થઈ હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરવામાં આવશે. તેને ભારત પાછો મોકલી દેવામાં આવશે. અમે કોઈ પણ ગુનેગારને અમારા દેશમાં સુરક્ષિત રહેવા નહી દઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિદેશ ભાગી જનારા હીરા કારોબારી તેના સ્વાસ્થ્યનું કારણ આપીને તપાસમાં સામેલ ન થવા માટે ભારત આવવાથી ઈનકાર કર્યો હતો. કોર્ટ દાખલ કરેલા એક સોંગદનામામાં મેહુલ ચોકસીએ કહ્યું કે તે દેશમાંથી ભાગ્યા નથી પણ તે સારવાર કરવા માટે વિદેશમાં છે અને તપાસમાં સામેલ થવા માટે ઈચ્છુક છે પણ સ્વાસ્થ્ય સંબંધી કારણોથી મુસાફરી કરી શકતા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે EDએ ચોકસીના સોંગદનામાંની વિરૂધ્ધ મુંબઈની એક કોર્ટમાં સોંગદનામું દાખલ કરીને કહ્યું કે ભાગેડુ હિરા કારોબારીએ તેમની સારવારને લઈને દાવો કર્યો છે કે તે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે પ્રયત્ન કરે છે અને નિશ્ચિત રીતે કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ કરવા માટેનો એક પ્રયત્ન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસી પર બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. હાઈકોર્ટે ચોકસીને કહ્યું કે તે સ્વાસ્થ્ય સંબંધીત તપાસના પેપર મુંબઈની સરકારી જે.જે. હોસ્પિટલમાં મોકલે. કોર્ટે કહ્યું કે હોસ્પિટલના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ રિપોર્ટનો અભ્યાસ કરીને કોર્ટને જણાવશે કે તે ભારતની મુસાફરી માટે ફિટ છે કે નહી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article