
વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને ભારતની પડોશી નીતિ પર વાત ખુલીને વાત કરી. તેમણે કહ્યું, “હું બે દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં હતો. હું બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયો હતો. આ સમય દરમિયાન, ઘણા પડોશીઓ મળ્યા. જો કોઈ પાડોશી તમારા માટે સારો હોય, અથવા ઓછામાં ઓછા હાનિકારક ના હોય, તો તમે તે પાડોશી પ્રત્યે દયાળુ બનવાના અને તેમને મદદ કરશો. એક દેશ તરીકે આપણે પણ આવું જ કરીએ છીએ.”
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જ્યારે આપણે આપણા પડોશની આસપાસ જોઈએ છીએ, જ્યાં પણ સારા પડોશીની લાગણી હોય છે, ત્યાં ભારત રોકાણ કરે છે. ભારત મદદ કરે છે, અને ભારત ભાગીદારી પણ કરે છે. તેમણે કહ્યું કે, કોઈએ અમને એ ના કહેવું જોઈએ કે આ અંગે અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અમારી બેઠક દરમિયાન, અમે કોવિડ પર ચર્ચા કરી રહ્યા હતા. અમારા મોટાભાગના પડોશીઓને ભારત તરફથી તેમને રસીની પહેલી ખેપ મળી હતી. કેટલાક પડોશીઓ અસાધારણ તણાવમાંથી પસાર થયા હતા, જેમાંથી એક શ્રીલંકા હતું. જ્યારે IMF સાથેની તેમની વાટાઘાટો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યારે અમે ખરેખર તેમને $4 બિલિયનના પેકેજમાં મદદ કરી હતી.
જયશંકરે કહ્યું કે, આપણા ખરાબ પડોશીઓ હોઈ શકે છે. કમનસીબે, આપણી પાસે એવા છે. જ્યારે તમારા પડોશીઓ ખરાબ હોય, જો તમે પશ્ચિમ તરફ જુઓ છો અને જાણો છો કે કોઈ દેશ જાણી જોઈને, સતત અને કોઈ જ પસ્તાવા વિના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો આપણને આતંકવાદ સામે આપણા લોકોને બચાવવાનો અધિકાર છે. આપણે તે અધિકારનો ઉપયોગ કરીશું. આપણે તે અધિકારનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણા પર નિર્ભર છે. આપણે આપણી જાતને બચાવવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.
વિદેશ મંત્રીએ કહ્યું કે, આપણા મોટાભાગના પડોશીઓ સમજે છે કે ભારતનો આજે વિકાસ એક વધતી લહેર છે. જો ભારતનો વિકાસ થશે, તો આપણા બધા પડોશીઓ પણ આપણી સાથે વિકાસ કરશે. મને લાગે છે કે, મેં આ જ સંદેશ બાંગ્લાદેશને આપ્યો હતો. તેઓ હાલમાં તેમની ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે. અમે તેમને તે ચૂંટણીઓમાં શુભકામનાઓ પાઠવી છે, અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, ત્યારે આ પ્રદેશમાં પડોશીભાવની લાગણી વધશે.
આ પણ વાંચોઃ ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી