વિદેશી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવા હવે સ્વદેશી હથિયારો જ કાફી છે, અમેઠીમાં 5 લાખ એસોલ્ટ રાઈફલ બનાવવાની યોજનાને મંજુરી

|

Dec 04, 2021 | 12:45 PM

AK-203 એસોલ્ટ રાઈફલ્સ ઓછા વજનની અને આધુનિક એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કરવામાં સરળ છે, જે સૈનિકોની લડાઈ ક્ષમતાને વધારવામાં મદદ કરશે.

વિદેશી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવા હવે સ્વદેશી હથિયારો જ કાફી છે, અમેઠીમાં 5 લાખ એસોલ્ટ રાઈફલ બનાવવાની યોજનાને મંજુરી
AK-203 assault rifle

Follow us on

ભારતીય સેના(Indian Army)ની લડાયક ક્ષમતાને વધારવા રક્ષા મંત્રાલય(Ministry of Defense) સતત પ્રયાસ કરી રહ્યુ છે. જે માટે ભારતીય સેનાને હવે વધુ હથિયાર(Weapon) મળશે. મહત્વની વાત તો એ છે કે વિદેશી દુશ્મનો સામે હવે ભારતીય સૈન્ય સ્વદેશી હથિયારોથી લડશે. જે માટે ઉત્તરપ્રદેશના કોરવા (Amethi)માં અમેઠીમાં પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ  રાઇફલ્સ બનશે. ભારત સરકારે એસોલ્ટ રાઇફલ્સ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે.

આ કામગીરીથી ભારતના સંરક્ષણ ક્ષેત્રને દુશ્મનો(Enemies) સામેની લડાઇમાં નવુ જોમ અને નવી તાકાત મળશે. ભારતીય સેનાને વધુ હથિયાર મળતા તે દુશ્મન સામે વધુ ઝનુનથી લડી શકશે. વધુ હથિયાર મળતા હવે એક સૈનિક અનેક દુશ્મનોનો ખાત્મો બોલાવી શકશે અને ભારતીય સેના વધુ મજબુત બનશે. આ સાથે એકવાર ફરી દેશના સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને મોટો વેગ મળવાનો છે.

આધુનિક એસોલ્ટ રાઇફલ્સ બનશે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ સંયુક્ત સાહસ ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચોક્કસ હેતુ માટે અમલમાં મૂકવામાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે 7.62 X 39mm કેલિબરની AK-203 રાઇફલ (AK-203 એસોલ્ટ રાઇફલ્સ) ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં રજૂ કરવામાં આવેલી ઇન-સર્વિસ INSAS રાઇફલનું સ્થાન લેશે. AK-203 રાઇફલ્સ ઓછા વજનની અને આધુનિક એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ કરવા માટે સરળ છે, જે સૈનિકોની લડાઇ ક્ષમતાને વધારવામાં મદદ કરશે.

5000 કરોડની ડીલ મંજૂર

રક્ષા મંત્રાલયે AK-203 એસોલ્ટ રાઈફલ માટે લગભગ 5000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે. મંત્રાલયે આ ડીલને એવા સમયે ફાઈનલ કરી છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. જો કે, આ ડીલ થોડા વર્ષો પહેલા રશિયા અને ભારત વચ્ચે થઈ હતી અને હવે તેને મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, ખાસ વાત એ છે કે આ રાઈફલ્સ ભારતમાં લાંબા ખર્ચ સાથે બનાવવામાં આવશે.

 

આ પણ વાંચો: T10 League: આયર્લેન્ડના તોફાની બેટ્સમેન પોલ સ્ટર્લિંગે મચાવી ધમાલ, તેની ટીમે 101 રનનુ લક્ષ્ય માત્ર 6.5 ઓવરમાં પુરુ કરી લીધુ

આ પણ વાંચો: નિંદા બદલ મોત : કોણ કહે છે કે પાકિસ્તાનમાં લોકશાહી છે ? શ્રીલંકન નાગરિકને જીવતો સળગાવતા સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નિંદા

આ પણ વાંચોઃ Shikhar Dhawan: મંયક અગ્રવાલની રમત શિખર ધવનની ધડકન વધારી રહી છે, ‘ગબ્બર’ ને ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બની જશે!

Next Article