
Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શુક્રવારે પાર્ટીનું નેતૃત્વ કરવા અંગે કહ્યું કે, જ્યારે ચૂંટણી થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે હું કોંગ્રેસ અધ્યક્ષ બનીશ કે નહીં, તેથી ત્યાં સુધી રાહ જુઓ. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે પદયાત્રા એ સમજવાનો પ્રયાસ છે કે જમીની સ્તરે શું થઈ રહ્યું છે અને તે જ સમયે, તે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરશે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસને બચાવવા માટે આ યાત્રા કરવાના આરોપ પર કહ્યું ભાજપ આરએસએસ પોતાનો અભિપ્રાય રાખવા માટે સ્વતંત્ર છે પરંતુ અમે લોકો સાથે જોડાવવા માટે આ યાત્રા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, બધી સંસ્થા ભાજપના નિયંત્રણમાં છે અને તેનો વિપક્ષ પર દબાવ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સંદેશ આપવાના સવાલ પર કહ્યું કે, મારી પાસે કોઈ સંદેશ નથી. રાહુલ, જે 118 અન્ય ‘ભારતયાત્રીઓ’ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે તેમની પદયાત્રાની શરૂઆત કર્યા પછી ‘વિવેકાનંદ પોલિટેકનિક’થી આગળ વધી રહ્યા છે, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ બનવાના પ્રશ્ન પર કહ્યું, મેં નિર્ણય લીધો છે, હું ખૂબ જ સ્પષ્ટ છું જ્યારે પાર્ટીની ચૂંટણી થશે ત્યારે હું જવાબ આપીશ.
જો હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડતો નથી તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો અને પછી હું જવાબ આપીશ કે મેં શા માટે ચૂંટણી ન લડી. કોંગ્રેસે રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને ભારત યાત્રી નામ તરીકે આપ્યું છે. જે કન્યાકુમારીથી પદયાત્રા કરતા કાશ્મીર સુધી જશે. આ લોકો કુલ 3,570 કિલોમીટર નું અંતર કાપશે.
Bharat, dekho! pic.twitter.com/UzBy6LL1pH
— BJP (@BJP4India) September 9, 2022
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા ભારતની જનતાના દિલ જીતવાની કોશિષ કરી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ તેનો દરેક મામલે ધેરાવ કરી રહી છે. ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. જેમાં એક ફોટો જોવા મળી રહ્યો છે. જેમાંથી રાહુલ ગાંધી એક ટીર્શટ પહેરેલો મળી રહ્યો છે. તે ટી ર્શટ કોઈ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જોવા મળી રહી છે. આ ટીર્શટની કિંમત 41,257 રુપિયા જોવા મળી રહી છે. આ ફોટો પર ભારત દેખો કેપ્શન લખ્યું છે.