અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ

|

Aug 29, 2024 | 1:47 PM

નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. તેમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે.

અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ

Follow us on

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે. ગડકરીએ કહ્યું કે મેં એન્જિનિયરને સલાહ આપતા કહ્યું છે કે હાઈવે પર એવા ડિવાઈડર બનાવવા જોઈએ કે લોકો તે કૂદી ન શકે.

તેમણે કહ્યું કે મેં ખૂબ જ ધ્યાનથી જોયું છે કે મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં ખામીને કારણે થાય છે, પરંતુ દરેક રોડ અકસ્માત માટે ડ્રાઇવરને જ જવાબદાર ઠેરવવામાં આવે છે પરંતુ એવું નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ જેટલા માર્ગ અકસ્માત થાય છે. તેમાંથી 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે અને ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

યુદ્ધ કરતાં માર્ગ અકસ્માતમાં વધુ મૃત્યુ

FICCIના રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024ને સંબોધતા, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આના કારણે દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ત્રણ ટકાનું નુકસાન થાય છે. રોડ પ્રોજેક્ટ્સના નબળા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર)ને કારણે બ્લેક સ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેના કારણે માર્ગ અકસ્માતો વધુ થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અને પરિવહન મંત્રાલયે શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે જેથી ટુ-વ્હીલર્સ ચાલકો તેનો ઉપયોગ કરી શકે.

હાઈવેના સેફ્ટી ઓડિટ પર ભાર

ગડકરીએ તમામ હાઈવેના સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આપણે લેન શિસ્તનું પાલન કરવાની જરૂર છે. ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સ અને તેમના ડ્રાઇવરો માટે એક કોડ તૈયાર કરી રહ્યું છે, જેથી તેઓને માર્ગ અકસ્માત પીડિતોને ઝડપથી બચાવવા માટે કટર જેવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકાય.

Next Article