નિક્કી મર્ડર કેસમાં હત્યાને અકસ્માત બનાવવાનો સાહિલ અને તેના મિત્રોએ રચ્યો હતો પ્લાન

|

Feb 21, 2023 | 11:33 AM

સાહિલ ગેહલોત અને તેના મિત્રોએ નિક્કી યાદવની હત્યાને અકસ્માતમાં પરિવર્તિત કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ આ રીતે ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ શક્યા ન હતા.

નિક્કી મર્ડર કેસમાં હત્યાને અકસ્માત બનાવવાનો સાહિલ અને તેના મિત્રોએ રચ્યો હતો પ્લાન
Nikki murder case

Follow us on

નિક્કી યાદવ હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે સાહિલ ગેહલોત અને તેના મિત્રોએ નિક્કી યાદવની હત્યાને અકસ્માતમાં પરિવર્તિત કરવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ આ રીતે ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ શક્યા ન હતા. નિક્કી યાદવની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવેલ મુખ્ય આરોપી સાહિલ ગેહલોત, તેના પિતા વીરેન્દ્ર અને અન્ય ચાર લોકોએ તેના મૃતદેહનો એવી રીતે નિકાલ કરવાની યોજના બનાવી હતી કે જાણે તે માત્ર એક અકસ્માત હોય તેમ લાગે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલ ગેહલોત નિક્કીની હત્યા બાદ દિલ્હીના પશ્ચિમ વિહારમાં મિત્રો અને પિતરાઈ ભાઈઓને મળ્યો હતો. આ લોકો સાહિલ માટે કપડાં લાવ્યા હતા. સાહિલ ગેહલોતે ઢાબા પર ફ્રિજમાં નિક્કી યાદવના મૃતદેહને છુપાવીને કપડાં બદલી નાખ્યા હતા. નિક્કી યાદવ હત્યા કેસમાં પોલીસે સાહિલ ગેહલોત, તેના મિત્ર અને પિતરાઈ ભાઈને પણ આરોપી બનાવ્યા છે.

હત્યાને અકસ્માત બનાવવાનો રચ્યો હતો પ્લાન

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે સાહિલના લગ્ન પછી છ આરોપીઓ પાસે મૃતદેહના નિકાલ માટે અનેક વિકલ્પો હતા. નિક્કી યાદવ હત્યા કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાહિલે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તેણે પહેલા શરીર પર ટ્રક અથવા તેના જેવું જ કોઈ ભારે વાહન ચલાવવાનું વિચાર્યું જેથી એવું લાગે કે તે કોઈ અકસ્માતમાં તેનુ મોત થયું છે. હત્યા બાદ તેણે નિક્કીની લાશને હરિયાણામાં ક્યાંક કેનાલમાં કે ખેતરમાં ફેંકી દેવાનો પ્લાન પણ બનાવ્યો હતો. પણ તે શક્ય બન્યું ન હતુ.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

સાહિલે તેના પરિવારને હત્યાની જાણ કરી

સાહિલ ચારેયને પશ્ચિમ વિહારની રેડિસન હોટલ પાસે મળવા બોલાવ્યા છે. આ પછી સાહિલે મોબાઈલ સ્વીચ ઓન કર્યો. આરોપી આશિષની નેક્સા કારમાં પશ્ચિમી વિહાર પહોંચ્યો હતો. અહીં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મૃતદેહને ઢાબાના રેફ્રિજરેટરમાં રાખવામાં આવે, જેથી તે બગડે નહીં. જે બાદ ઘરે ગયા બાદ ચારેયએ વીરેન્દ્રને નિકીની હત્યા અંગે જણાવ્યું હતું. આમ છતાં તેના પિતા વીરેન્દ્રએ સાહિલને ચૂપચાપ લગ્ન કરવાનું કહ્યું હતું.

Next Article