Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આંદોલનને તીવ્ર બનાવવા માટે નવી ફોર્મ્યુલા

|

Feb 04, 2021 | 11:44 PM

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગાઝીપુર સરહદ પર ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા Rakesh Tikaitએ આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે ખેડૂતોને એક નવી ફોર્મ્યુલા આપી છે.

Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આંદોલનને તીવ્ર બનાવવા માટે નવી ફોર્મ્યુલા
Rakesh Tikait (File Image)

Follow us on

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગાઝીપુર સરહદ પર ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા Rakesh Tikaitએ આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે ખેડૂતોને એક નવી ફોર્મ્યુલા આપી છે. તેમજ કહ્યું કે, દરેક ગામના એક ટ્રેક્ટર સાથે 15 લોકો 10 દિવસ માટે આ આંદોલનમાં જોડાય. જેના લીધે આંદોલન દરમ્યાન પણ ખેડૂતો ગામડે પરત ફરીને ખેતી કરવા માટે સક્ષમ રહેશે. ટિકૈતે કહ્યું, ખેડૂત સંગઠનોના નેતાઓ હંમેશા સરકાર સાથે વાત કરવા તૈયાર હોય છે, પરંતુ સરકાર વાતચીત નથી કરતી. વાસ્તવમાં સરકાર આ આંદોલનને લાંબા સમય સુધી ચાલવા દેવા માંગે છે.

 

તેમણે કહ્યું કે, આંદોલન લાંબા સમય સુધી ચાલુ રાખવું હોય તો ખેડૂતોને એક ફોર્મ્યુલા આપું છું. જેથી દરેક ખેડૂત આંદોલનમાં ભાગ લઈ શકે અને આંદોલન લાંબા સમય સુધી આગળ વધી શકે. ટિકૈતે કહ્યું કે, જો ગામના લોકો આંદોલન માટે તૈયાર થઈ જાય તો દરેક ગામના 15 લોકો 10 દિવસ માટે સ્થળ પર રોકાશે અને તે પછી 15 લોકોની બીજી બેચ આવશે. જેઓ આંદોલન સ્થળ પર રોકાયા  તેઓ ગામમાં જઈ શકશે અને તેમના ખેતરોમાં કામ કરી શકશે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

 

રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે દરેક ગામમાંથી ટ્રેક્ટર 15 માણસો અને 10 દિવસના ફોર્મ્યુલા પર કામ કરો પછી આંદોલન લાંબો સમય ચાલે તો પણ કોઈ સમસ્યા નથી. ખરેખર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાટાઘાટોના 11 રાઉન્ડ યોજાયા છે. જેમાં પરિણામ મળ્યું નથી. જો કે સરકાર સાથે આગળ વાતચીત ચાલુ રાખવા અંગે ટિકૈતે કહ્યું હતું કે, અમે સરકારને મીડિયાના માધ્યમથી વાત કરવાનું કહી રહ્યા છે, હવે સરકારને એ જોવાનું રહેશે કે ખેડૂતો માટે ક્યારે સમય ફાળવે છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂત આંદોલનને આગળ વધારવા માટે સરકાર તમામ યુક્તિઓ અપનાવી રહી છે. ખેડૂતો સાથે વાત ન કરવી અને દિલ્હીની કિલ્લેબંધી કરવી એ સરકારની આ રણનીતિનો એક ભાગ છે. ચાલો જોઈએ કે સરકાર ખેડૂતોની કસોટી કેટલો સમય લે છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા માટે ખેડૂતો પાછલા 70 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને તેઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નજીકની સરહદો પર દેખાવો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: અમદાવાદ ચાંદખેડા વોર્ડના નારાજ ભાજપ કાર્યકરો રજૂઆત કરવા ખાનપુર ઓફીસ પહોંચ્યા

Next Article