Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના નવા કેસ 22 હજારને પાર, એક દિવસમાં 17 લોકોના મોતથી ચિંતા વધી

|

Jan 09, 2022 | 8:47 PM

દિલ્હીમાં કોરોના સંક્રમણને (Delhi Corona Infection) કારણે ભયાનક સ્થિતિ વણસી રહી છે. દરેક પસાર થતા દિવસ સાથે, ચેપના કેસોમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે.

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના નવા કેસ 22 હજારને પાર, એક દિવસમાં 17 લોકોના મોતથી ચિંતા વધી
Corona case in Delhi (symbolic image)

Follow us on

દિલ્હીમાં કોરોના (Delhi Corona) સંક્રમણને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. દરેક પસાર થતા દિવસ સાથે, કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમણના 22,751 નવા કેસ નોંધાયા છે. જ્યારે 17 લોકોના મોત (Corona Death) નિપજ્યા છે. એક જ દિવસમાં 17 લોકોના કોરોનાથી મોત થવા એ ચિંતાજનક સમાચાર છે. વધતા જતા સંક્રમણ વચ્ચે રાહતની વાત એ પણ છે કે એક જ દિવસમાં 10 હજાર 179 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 23.53 ટકા થઈ ગયો છે.

શનિવારે રાજધાનીમાં કોરોના વાયરસના (Corona Virus) 20181 નવા કેસ નોંધાયા હતા. આજે આ કેસ વધીને 22,751 થઈ ગયા છે. શનિવારે ચેપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ એક જ દિવસમાં મૃત્યુઆંકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલ કરતાં આજે વધુ 10 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. રાજધાની દિલ્લીમાં હાલમાં કોરોના સંક્રમણના 60,733 સક્રિય કેસ છે. આજે સકારાત્મકતા દર 23.53 ટકા પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 14,63,837 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

કોરોના સંક્રમણના કેસ 22 હજારને પાર
દિલ્હીની હોસ્પિટલોમાં લગભગ 1800 દર્દીઓ દાખલ છે, જેમાંથી 182 કોરોના અને 1618 કોરોના સંક્રમિત હોવાની શંકા છે. ICUમાં 310 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. 440 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. જેમાંથી 44 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ તમામ દર્દીઓમાંથી 442 દિલ્હીના રહેવાસી છે અને 176 લોકો દિલ્હી બહારના છે. કોરોના સમર્પિત હોસ્પિટલોમાં કુલ 14222 પથારી કોરોના દર્દીઓ માટે આરક્ષિત છે, જેમાંથી હાલમાં 1800 (12.66%) પથારીઓ ભરેલી છે. 12422 એટલે કે 87.34% પથારીઓ હજુ ખાલી છે. કોરોના કેર સેન્ટરોમાં 4482 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 627 બેડ ફુલ અને 3855 ખાલી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજસ્થાનમાં કોવિડ-19ના 5,660 નવા કેસ
દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જેમા રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 5,660 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 19,467 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 358 લોકો સાજા થયા છે અને એક વ્યક્તિનું સંક્રમણને કારણે મોત થયું છે. રાજ્યમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 8,972 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા

આ પણ વાંચોઃ

કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 10 જાન્યુઆરીએ રાજ્યોના મંત્રીઓ સાથે કરશે ચર્ચા

Next Article