લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જંગી જીત મળી છે. તેમની લોકપ્રિયતાના એટલા અજબ ગજબ કિસ્સાઓ સાંભળવા મળી રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થયો અને માતાએ જીદ કરી કે બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવે.
ગોંડામાં વજીરગંજ કસ્બાના પરસાપુર મહરોરની આ ઘટના છે. 23મેના રોજ મૈનાજ નામની મુસ્લિમ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. બાળકના નામ રાખવાની વાત આવી ત્યારે માતાએ કહ્યું કે તેનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવામાં આવે. આસ-પાસના લોકોને લાગ્યુ કે તે મજાક કરી રહી છે પણ માતાએ ગંભીરતાથી આ વાત કહી હતી.
બાળકના પિતાનું નામ મુશ્તાક અહમદ છે. તે ખાડી દેશોમાં નોકરી કરે છે. મુશ્તાકના પિતા ઈદરીસે તેમની પુત્રવધુનું સમર્થન કર્યુ અને બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું. ફોન પર બાળકના પિતાની સહમતિ લેવામાં આવી અને એક સોંગદનાંમુ દાખલ કરીને ઓફિસમાં આપવામાં આવ્યું કે પરિવાર રજીસ્ટરમાં બાળકનું નામ નરેન્દ્ર મોદી લખવામાં આવે.
આ પણ વાંચો: આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે
બાળકના દાદાએ કહ્યું કે મોદી પર તેમને વિશ્વાસ છે. સોંગદનામામાં બાળકનું નામ નરેન્દ્ર રાખવા પાછળનું કારણ પણ લખવામાં આવ્યું કે નરેન્દ્ર દામોદરદાસ મોદીની દેશભક્તિ અને કુશળ રાજનીતિક ક્ષમતાને જનતાએ સ્વીકારી છે. નરેન્દ્ર મોદીના નામ અને કામથી પ્રભાવિત થઈને તેમના બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવામાં આવે છે તેમના વિચારો પર ચાલવાનો સંકલ્પ લઉ છુ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]