₹1,000 ની નવી નોટ આવવાની છે ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ ને RBI એ કર્યો ‘મોટો ખુલાસો’

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં 1,000 રૂપિયાની નવી નોટ બહાર પાડવાને લઈને ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જો તમે પણ આ વાયરલ દાવા પર ભરોસો કરતા હોવ, તો પહેલા તેની અસલિયત જાણી લો. RBIએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

₹1,000 ની નવી નોટ આવવાની છે ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ ને RBI એ કર્યો મોટો ખુલાસો
Image Credit source: AI Generated
| Updated on: Oct 27, 2026 | 5:40 PM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં 1,000 રૂપિયાની નવી નોટ બહાર પડવાની છે, તેને લઈને ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 1,000 રૂપિયાની નવી નોટ બહાર પાડી દીધી છે.

જો તમે પણ આવી કોઈ પોસ્ટ જોઈ હોય, તો સાવચેત થઈ જાઓ. જણાવી દઈએ કે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. નવી 1,000 રૂપિયાની નોટ બહાર પાડવાને લઈને RBIએ કોઈ જાહેરાત કરી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ‘ખોટી માહિતી’

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા સમાચારો વાયરલ થઈ જાય છે, જેમાં કોઈપણ સત્તાવાર માહિતી વગર મોટા દાવા કરવામાં આવે છે. 1,000 રૂપિયાની નવી નોટને લઈને પણ આ જ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

આનાથી લોકો વચ્ચે ભ્રમની સ્થિતિ પેદા થઈ શકે છે. એવામાં કોઈપણ વાયરલ પોસ્ટ પર વિશ્વાસ કરતા પહેલા તેની વાસ્તવિકતા જાણવી જરૂરી છે. માત્ર સોશિયલ મીડિયા પર કોઈ સમાચારના વારંવાર શેર થવાનો અર્થ એ નથી કે તે સાચા છે.

RBIએ નવી નોટને લઈને શું કહ્યું?

ભારતીય રિઝર્વ બેંક તરફથી 1,000 રૂપિયાની નવી નોટ બહાર પાડવાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલા માટે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાને સાચો માનવો યોગ્ય નથી. જો ભવિષ્યમાં નવી નોટ બહાર પાડવામાં આવશે, તો તેની માહિતી RBIની અધિકૃત વેબસાઇટ અને સરકારી માધ્યમોથી મળી શકે છે.

ખોટા સમાચારોથી કેવી રીતે બચવું?

કોઈપણ વાયરલ સમાચાર પર વિશ્વાસ કરતા અથવા તેને બીજાને મોકલતા પહેલા તેની ચકાસણી જરૂર કરો. ખાસ કરીને નોટ, બેંકિંગ અને સરકારી નિર્ણયો સાથે જોડાયેલા સમાચારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. આના માટે RBIની અધિકૃત વેબસાઇટ અને સરકારી સૂચના માધ્યમો પર માહિતી જોઈ શકો છો.

કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી શંકાસ્પદ કે ખોટી માહિતી સામે આવવા પર PIB ફેક્ટ ચેકને પણ તેની સૂચના આપી શકાય છે. ધ્યાન રાખો, વગર પુષ્ટિએ કોઈ સમાચારને આગળ શેર કરવાથી ખોટી માહિતી ફેલાઈ શકે છે. એટલા માટે સોશિયલ મીડિયા પર દેખાતા દરેક દાવાને સાચો માનવાના બદલે પહેલા તેની તપાસ કરો.

Breaking News: મહારાષ્ટ્રના ખેડૂતોને મળી દિવાળી ભેટ, 4.15 લાખ ખેડૂતોનુ દેવુ માફ કરવાની તૈયારીમાં ફડણવીસ સરકાર

Follow Us
Loading...
Unable to load recommendations.