Exam Cancelled : NEET-PG પરીક્ષા સ્થગિત, પરીક્ષાના એક દિવસ પહેલા લેવાયો નિર્ણય

23 જૂને 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. સરકારી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે '23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. આ આદેશ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા આપવામાં આવ્યો છે.

Exam Cancelled : NEET-PG પરીક્ષા સ્થગિત, પરીક્ષાના એક દિવસ પહેલા લેવાયો નિર્ણય
| Updated on: Jun 22, 2024 | 11:04 PM

NEET પેપર લીક મુદ્દે થયેલા હોબાળા વચ્ચે પરીક્ષા ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. ગઈકાલે એટલે કે 23મી જૂને 1563 વિદ્યાર્થીઓ માટે NEETની પુનઃ પરીક્ષા યોજાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. સરકારી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે ’23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. આ આદેશ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલા આપવામાં આવ્યો છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરશે.

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય મંત્રાલય મેડિકલ વિદ્યાર્થીઓ માટે NEET-PG પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાને નજીકથી સમજશે અને તેનું મૂલ્યાંકન કરશે. આ કારણે આવતીકાલે એટલે કે 23મી જૂને યોજાનારી NEET-PG પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરશે.

મંત્રાલયે વિદ્યાર્થીઓને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CSIR-UGC-NET પરીક્ષા પણ સ્થગિત

NEET-PG પ્રવેશ પરીક્ષા ઉપરાંત, CSIR-UGC-NET પરીક્ષા પણ 21 જૂને મુલતવી રાખવામાં આવી હતી. આ પરીક્ષા NTA દ્વારા આયોજિત કરવામાં આવી રહી હતી. પરીક્ષા મુલતવી રાખવાનું કારણ સાધનોનો અભાવ હોવાનું જણાવાયું હતું.

Published On - 10:43 pm, Sat, 22 June 24