NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા

|

Nov 28, 2021 | 7:16 PM

કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા
Agatha Sangma

Follow us on

NPP Demands Repeal of CAA: નેશનલ પીપલ્સ પાર્ટીના (NPP) નેતા અને મેઘાલયના લોકસભા સાંસદ અગાથા સંગમાએ (Agatha Sangma) રવિવારે NDA સહયોગીની બેઠકમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) ને રદ કરવાની માગ કરી છે. મીટિંગ પછી, તેમણે કહ્યું કે, જ્યારથી કૃષિ કાયદાઓ (Farm Laws) રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

સંગમાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી (Agatha Sangma of NPP) પરંતુ તેઓ માગ પર ધ્યાન આપશે. સંગમાએ કહ્યું, મેં મારી પાર્ટી અને ઉત્તર-પૂર્વના લોકો વતી આ માંગણી કરી છે. જ્યારે અન્ય સહયોગી AIADMKએ કેન્દ્ર સરકારને બિલ પાસ કરાવવામાં પાર્ટીના સમર્થનની ખાતરી આપી છે. સંસદમાં ભાજપની સંસદીય કાર્યકારિણીની બેઠક મળી છે. આ બેઠકો 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) પહેલા યોજાઈ રહી છે.

સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવશે
કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલની યાદી તૈયાર કરી છે. સરકારે સંકેત આપ્યો છે કે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ (Farm Laws) કરવાના બિલને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે. આ સાથે, સરકાર ક્રિપ્ટોકરન્સીના નિયમોને મજબૂત કરવા માટે ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021(Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) લાવશે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે પૂર્ણ થશે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

સર્વપક્ષીય બેઠકમાં શું માંગણી ઉઠી?
તમામ પક્ષોના નેતાઓની બેઠકમાં વિપક્ષે સરકારને ખેડૂતોના (Farmers) ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી (MSP Act) અંગે તાત્કાલિક કાયદો ઘડવાની માગ કરી છે. બેઠકમાં (All Party Meet) ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતર, વીજળી સુધારા બિલ, ચીન સાથે સરહદ વિવાદ અને કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો TMC એ કર્યો ઈનકાર, અધીર રંજન ચૌધરીએ કહ્યું- બેઠકમાં સામેલ થવું કે નહીં તેનો નિર્ણય તેમના પર

આ પણ વાંચો : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ

Next Article